Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : ઓરવાડા ખાતે પી.એમ સુધારણા કેમ્પનું આયોજન કરવામા આવ્યુ.

Share

ગોધરા તાલુકાના ઓરવાડા ગામે પી.એમ. કિસાન યોજના અંતર્ગત ખેડૂતો લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે અરજી સુધારણા બાબતના કેમ્પનું આયોજન ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 1500 થી વધુ ખેડૂતઓ લાભ લીધો હતો.

કિસાન સન્માનનિધિ યોજનાનો લાભ ન મળતા ખેડૂતો ને લાભ અપવા માટે ખાસ આ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના ધારાસભ્ય સી. કે રાઉલજી ઓરવાડા જિલ્લા પંચાયતના સદસ્ય અને દંડક અરવિંદસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ વી ચૌહાણ, ચેરમેન એ.પી. એમ.સી ગોધરા, ગોપાલભાઈ પટેલ કા.સભ્ય ગુજરાત પ્રદેશ ભાજપ, અને ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયત સભ્યો સરપંચો હાજર રહયા અને આ વિસ્તારમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કિસાન સન્માન નિધીનો લાભ લીધો અને રાજ્ય સરકાર અને જન પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ નો ચોંકાવનારા કિસ્સો સામે આવ્યો જેમાં પતિ ને કાયદા ની ચૂંગાલ માં લાવેલી પત્ની જ આરોપી સાબિત થઈ

ProudOfGujarat

અજીત અરોરાની ફિલ્મ “ઉનડ” નાં પ્રીમિયર નાઇટમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ અને દિગ્દર્શકો તરફથી ખૂબ જ પ્રતિસાદ મળ્યો.

ProudOfGujarat

ઇઝરાયેલે કર્યો સીરિયાના દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઈલ હુમલો, હવાઈ હુમલામાં 2 સૈનિકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!