પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં સવારથી એકધારો વરસાદ ખાબકયો હતો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ વચ્ચે આગામી ચાર દિવસ અનરાધાર વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
વહેલી સવારથી પંચમહાલ જિલ્લા સહિત ગોધરા, કાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા, મોરવા હડફ, શહેરા, હાલોલ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો હતો. આજે સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળોની ફોજ ઉમટી પડી હતી તે જોતાં જાણે મેઘરાજાએ મન મૂકીને વરસે તેવા એંધાણ અગાઉથી જોવા મળ્યા હતા. ત્યારે ગોધરાના અમદાવાદ હાઇવે પાસે આવેલ ભૂરાવાવ વિસ્તારમાં ખાડીફળિયા, ચિત્રાખાડી, તેમજ સિંધુરીમાતા વિસ્તાર, ડોડપાફળિયા, ઝુલેલાલ સોસાયટી, વિસ્તારમાં લોકોના ઘરોમાં તથા ઘર પાસે પાર્ક કરેલ વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ક્યાં કેટલો વરસાદ?
1. કાલોલ. 13 મી.મી
2. ગોધરા. 22 મી.મી
3. ઘોઘંબા. 12 મી.મી
4.જાંબુઘોડા. 162 મી.મી
5. મોરવા હડફ. 9 મી.મી
6.શહેરા. 6 મી.મી
7. હાલોલ. 43 મી.મી
પંચમહાલ રાજુ સોલંકી