શહેરા તાલુકાના મોરવા રેણા આરોગ્ય સેન્ટરની ટીમ દ્વારા વાડી ગામે જે ઘરે ડેન્ગ્યુનો કેસ નોંધાયો હતો તે ઘરે જઇને ફોંગીગની કામગીરી હાથ ધરવામા આવી હતી. જેને લઈને પરિવારજનો અને ગ્રામજનોએ આરોગ્ય ટીમનો આભાર માન્યો હતો.
હાલમા ચોમાસાની સીઝન ચાલી રહી છે. શહેરીની સાથે હવે ગ્રામીણ વિસ્તારમાં પણ મચ્છરજન્ય રોગો જોવા મળી રહ્યા છે. જેમા ડેન્ગ્યુ, મલેરિયા સહિતના રોગોનો સમાવેશ થાય છે. શહેરા તાલુકામાં આવેલા વાડી, વલ્લભપુર ગામોમાં ડેન્ગ્યુનો કેસ નોંધાયો હતો. શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જે.બી.સોલંકી દ્વારા શહેરા TDO ઝરીનાબેન અંસારીને લેખિત રજુઆત કરવામા આવી હતી. જેમા શહેરાનગર અને ગ્રામીણ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો ના ફેલાય તે માટે દવાનો છંટકાવ આરોગ્ય વિભાગ દ્વારા કરવામા આવે તેમ જણાવાયુ હતુ. શહેરા તાલુકાના વાડી ગામના એક ફળિયામાં ડેન્ગ્યુનો કેસ એક ઘરમાં નોંધાયો હતો.
મોરવા રેણા પીએચસી સેન્ટરના નૈષધકુમાર મકવાણા સહિતનો સ્ટાફ જે ઘરે ડેન્ગ્યુનો કેસ હતો. તે ઘરે પહોચીને ફોંગીગની કાર્યવાહી કરવામા આવી હતી. જાગૃત નાગરિક યોગેન્દ્રસિંહ સોલંકી સહિત અન્ય યુવાનો પણ ફોંગીગની કામગીરી સમયે ઉપસ્થિત રહ્યા હતા. તેમને ફોગીંગની કામગીરી કરવા બદલ આરોગ્ય ટીમનો પણ આભાર માન્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી