આજરોજ આમ આદમી પાર્ટી પંચમહાલ તથા ઘોઘંબા તાલુકા સંગઠન દ્વારા સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત તાલુકાના વિવિધ ગામોમાં જનસભાઓ કરવામાં આવી. જે અંતર્ગત ખિલોડી ગામનાં સો જેટલા પરિવારના આગેવાનો પાર્ટીમાં જોડાયા હતા. જ્યારે તાલુકાઓમાંથી લગભગ બસો જેટલા યુવાનો, આગેવાનો “આપ” પાર્ટીમાં જોડાયા.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ વિવિધ ગામોમાં જનસભાઓ સંબોધતા જણાવ્યું હતું કે, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારી એટલી બધી વધી ગઈ છે અને ગુજરાતમાં મજબૂત રાજકીય વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવી છે. પાર્ટીના કાર્યકરો દ્વારા ગામે ગામ રાજકીય વ્યવસ્થા, વહીવટની નિષ્ફળતાની વાતને જનતામા પહોંચાડવા તથા જાગૃતિના પ્રચાર પ્રસાર માટે લોક સંપર્ક કરી રહ્યા છે. આજે ગુજરાતની તમામ જનતા નારાજ છે. આ નારાજગી સરકારને દેખાતાં તથા લોકોનું આમ આદમી પાર્ટી પ્રત્યેનું આકર્ષણ ઉભું થતું જોવા મળતાં ભાજપ ચિંતામાં છે તેથી સંપૂર્ણ મંત્રી મંડળ બદલવાની રાતો રાત નિર્ણય કરવો પડ્યો. આ જનતાની પ્રથમ જીત છે. ત્યારે આપણે કહેવું પડે કે ભલે તમે મંત્રી મંડળ બદલો, ૨૦૨૨ માં જનતા સરકાર બદલવા તૈયાર છે.
આજે ધર્મ યુધ્ધ લડી રહ્યા હોય એવું લાગે છે. અનિતિ, અન્યાય, અધર્મ, પાપ, ભ્રષ્ટાચાર વગેરે કરતા અધર્મીઓનો નાશ કરવા કામગીરી કરી રહ્યા છીએ એમ કહ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતા હવે ભ્રષ્ટ સરકાર, શાસન અને વહીવટ સામે લડી લેવાના મૂડમાં છે. હવે જનતાનો લડાયક મૂડમાં જોઇને મુખ્યમંત્રી અને મંત્રીઓ બદલવા પડ્યા એ જનતાની પ્રથમ જીત છે. એમ કહ્યું હતું. આજની મિટિંગમાં જિલ્લા સમિતિ, તાલુકા સમિતિ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા મહામંત્રી પ્રવિણભાઈ રાઠવા, જિલ્લા સહ મંત્રી મહેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા સહ સંગઠન મંત્રી પ્રવિણભાઈ વરીયા, ઝોન યુવા પ્રમુખ ભરતભાઇ રાઠવા, તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆ, જિલ્લા સહમંત્રી સતીષભાઈ બારીઆ સહિતના આગેવાનોએ પાર્ટી વિશે અને ગુજરાતની રાજકીય સ્થિતિ વિશે અને જનતાની પરિસ્થિતિઓ વિશે વક્તવ્ય આપ્યા હતા.
યુવા કાર્યકર કમલેશભાઇ બારીઆએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
જિલ્લા મિડિયા કોર્ડીનેટર દિલીપભાઈ વરીયા, જિલ્લા બક્ષીપંચ સમિતિના ઉપ પ્રમુખ અરવિંદભાઈ બારીઆ, તાલુકા ઉપપ્રમુખ જગદીશભાઈ પરમાર, તાલુકા કિસાન સમિતિના સભ્યો શૈલેષભાઈ સોલંકી, ગજેન્દ્રસિંહ ચૌહાણ, જગદીશભાઈ બારીઆ, પાર્ટીના કાર્યકરો વિક્રમસિંહ પરમાર, શંકરભાઈ તડવી, સર્જનસિહ બારીઆ, કમલેશભાઇ બારીઆ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા સંગઠન મંત્રી દિનેશભાઇ એ આભાર વિધિ કરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી