માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે પંચમહાલ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે એક દિવસીય પ્રોગ્રામ “પોષણ વાટિકા મહાભિયાન-વૃક્ષારોપણ -વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લાના વિવિધ ગામમાથી ખેડૂતો ભાઈઓ અને બહેનનો, યુવાનો ઉપરાંત શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એન.એસ.એસ. ના બી.એસ.સી. ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે હીરાબેનના ગ્રૂપ દ્વારા દરેક મહેમાનોનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ દરેક ખેડૂત અને વિદ્યાર્થીઓ ખાસ કિચન ગાર્ડન બનાવે એ માટે બિયારણનું વિતરણ પણ કરાયું હતું. વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે દરેકને “પ્રાકૃતિક ખેતી” પુસ્તક પણ ભેટ આપવામાં આવી હતી વર્કશોપમાં પ્રથમ વ્યાખ્યાન ડો. કનક લતા મેડમે બોંસાઈ પ્લાન્ટસ પર આપ્યું હતું ત્યારબાદ મિનરલ ન્યૂટ્રીશન વિષય પર ડો. એ .આર.રાઈ એ વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન આપ્યું હતું. ડો.રૂપેશ.એન.નાકર , આસી.પ્રોફેસર બોટની અને પી.ઑ. એન.એસ.એસ. ના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ ખાસ વર્કશોપને માણ્યો હતો. અંતે ડો.કનક લતા મેડમે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સૌનો આભાર માન્યો હતો. જોશી જિગર અને નોરીન શેખે પોતાના વર્કશોપના અનુભવો ફીડબેક પણ આપ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજીત “પોષણ વાટિકા મહાભિયાન-વૃક્ષારોપણ -વર્કશોપ” યોજાયા.
Advertisement