પંચમહાલ જિલ્લામાં કોવિડ વેક્સિનેશન અભિયાન અંતર્ગત જિલ્લાના કુલ 620 ગામો પૈકી 200 ગામોમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગોધરા તાલુકાના 123 ગામો પૈકી 45 ગામ, હાલોલ તાલુકાના 123 પૈકી 27 ગામ, કાલોલ તાલુકાના 71 ગામ પૈકી 34 ગામ, જાંબુઘોડા તાલુકાના 55 ગામમાંથી 19, મોરવા હડફ તાલુકાના 54 ગામમાંથી 12 ગામ, ઘોઘંબા તાલુકાના 100 ગામમાંથી 30 ગામ અને શહેરા તાલુકાના 94 ગામમાંથી 33 ગામોમાં 100 ટકા રસીકરણની સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે. જિલ્લામાં 13,14,879 ના રસીકરણના લક્ષ્યાંકની સામે 9,32,059 લાભાર્થીઓને એટલે કે 70.89 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગોધરા તાલુકાના 2,28,775 વ્યક્તિઓને, હાલોલ તાલુકાના 1,53,877ને, કાલોલ તાલુકાના 1,22,354 વ્યક્તિઓને, જાંબુઘોડા તાલુકાના 26,702 વ્યક્તિઓને, મોરવા હડફ તાલુકાના 1,11,508 વ્યક્તિઓને, ઘોઘંબા તાલુકાના 1,34,392 વ્યક્તિઓને અને શહેરા તાલુકાના 1,54,451 વ્યક્તિઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જિલ્લામાં 3,46,417 વ્યક્તિઓને વેક્સિનનો બીજો ડોઝ પણ આપી દેવાયો છે.
કોવિડ રસીકરણની કામગીરીમાં પંચમહાલ જિલ્લામાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થાય તે માટે જિલ્લાના દરેક તાલુકાઓમાં 225 જેટલા રાત્રિ વેક્સિનેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોધરા તાલુકામાં 58, કાલોલ તાલુકામાં 69, હાલોલ તાલુકામાં 19, જાંબુઘોડા તાલુકામાં 08, ઘોઘંબા તાલુકામાં 14, શહેરા તાલુકામાં 48 અને મોરવા હ઼ડફ તાલુકામાં 09 સેશન્સનું આયોજન કરી વેક્સિનના પ્રથમ ડ઼ોઝના 6,631 લાભાર્થીઓને તેમજ બીજા ડોઝના 1486 લાભાર્થીઓને વેક્સિન આપી દેવાઈ છે. આ ઉપરાંત જિલ્લાના દરેક ગામમાં આ કામગીરી 100 ટકા પૂર્ણ કરવા માટે દરેક તાલુકાઓમાં ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી