દેશભરમાં ગણેશ ચતુર્થીનો પર્વનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું કોલ ગણેશનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હાલ ગણેશ ચતુર્થી હોવાથી માત્ર પંચમહાલ જ નહીં પરંતુ વડોદરા અમદાવાદ સુરતના ભાવિકો ગણેશજીને મસ્તક નમાવીને પોતાની મન્નતો પૂરી કરે છે અને આ સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની છે.
પોપટપુરા મંદિર પંચમહાલ જિલ્લાના ગોધરા વડોદરા હાઈવેથી અને વેજલપુર ગામથી 10 કિલોમીટર દૂર આવેલ છે. ગણેશજીની મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સહિત ઉભી મુદ્રામાં મૂર્તિ બિરાજમાન છે. આ મંદિરમાં પૂજા કરતા પૂજારીઓના 17 મી પેઢીથી એટલે કે 700 વર્ષ પૂરાણુ માનવામાં આવે છે. ગણેશજીની આ મૂર્તિ ખુબ જ ચમત્કારી છે તથા ગણેશજીની સૂંઢ જમણી બાજુ છે જે શુભ અને મંગલકારી માનવામાં આવે છે. પોપટપુરા ગણેશ મંદીરે ગુજરાત સહિત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રથી ભકતો દર્શનાર્થે આવતા હોય છે. ગણેશ મંદિરમાં ચોથનું ખુબ મહત્વ ધરાવે છે તથા દર ચોથે અને મંગળવારે મેળો ભરાય છે અને દૂરદૂરથી ભકતો દર્શને આવતા હોય છે અને દરેક ભકતોની મનોકામના પૂર્ણ થાય છે તેમજ બહારગામથી આવતા ભક્તો માટે ભોજન થતાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.
પંચમહાલ જિલ્લામાં આ મંદિર ખુબ જુનું છે કહેવાય છે કે જ્યારે ચાપાનેરમાં નરેશનું પતન થયું હતું ત્યારે આ મૂર્તિ જમીનમાં સમાય ગઈ હતી ત્યારે કેટલાક પંડિત વિદ્વાનો અને મહંતો દ્વારા વેદો ઉપચાર હોમ હવનથી આ પોપટપુરા મંદિરની ભૂમિ પવિત્ર કરી હતી ત્યારબાદ ગણેશજીની મૂર્તિ જમીનમાંથી બહાર આવી હતી તેવું માનવામાં આવે છે જે કુંડમાં હોમ હવન કર્યું હતું તે કુંડ હાલ પણ તે જગ્યા પર છે સાથે શિવ પાર્વતીના દર્શન કરવાથી દરેક ભકતોની મનોકામના પૂર્ણ થાય છે.
ગણેશ ચર્તુથીના પવિત્ર પર્વમાં પંચમહાલ જીલ્લામાં આવેલુ પોપટપુરા ગામનુ ગણેશ મંદિર ભકતો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ ગણેશ મંદિરનુ અનોખુ મહાત્મય છે. અહીં સ્વંભુ ગણેશજીની મુર્તિ પ્રકટ થયેલી છે, જે લગભગ 700 વર્ષ જૂની હોવાનુ માનવામાં આવે છે. અહી ગોધરા શહેર, તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભકતો દર્શનાર્થે આવે છે.ગોધરા તાલુકાના પોપટપુરા ગામ પાસે ગોધરા દાહોદ – વડોદરા હાઈવે માર્ગને અડીને આવેલુ ગણેશ મંદિર ખુબજ પ્રચલીત છે. અહીં લગભગ 700 વર્ષ પહેલા આ જગ્યાએ ગણેશજીની મુર્તિ નીકળી હતી. હાલ ભકતોની સહાયથી જ અહી મંદિર બનાવામાં આવ્યુ છે. અહીં દર મંગળવારે અને ચોથે દાદાના ભકતોનો ધસારો જોવા મળે છે. આ મંદિરમાં સવારે ચાર વાગે મંગળા આરતી તથા સવારે સાત વાગ્યે શુગાર આરતી અને સાંજે સાત વાગ્યાના સુમારે સંધ્યા આરતી એમ ત્રણ ટાઈમ આરતી કરવામાં આવે છે. હાલ ગણેશ ચર્તુથીને લઇને પણ અહી ભકતોનો અવિરત પ્રવાહ ચાલુ છે. કહેવાય છે અહી દાદા ગણેશ ભકતોની દરેક ઇચ્છા પુરી કરે છે.
પોપટપુરાના ગણેશ મંદિરે અંગારિક ચોથનું ઘણું મહત્વ છે, અંગારિક ચોથને દિવસે અહીં મેળો ભરાય છે. તે દિવસે મોટી સંખ્યામાં દાદાના ભકતો અહીં દર્શન કરવા આવે છે, કહેવાય છે કે અહી મંગળવાર તેમજ ચોથ ભરવાથી દુંદાળા દેવ દરેકની મનોકામના પુરી કરે છે. હાઇવે માર્ગ પર હોવાથી અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે.
પંચમહાલ રાજુ સોલંકી