પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને ગોધરા નગર અધ્યક્ષ દિલીપભાઈ દસાડીયા દ્વારા જિલ્લાનું સંગઠન માળખું મજબુત કરવા માટે પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ, આઈ.ટી સેલ સહિતના 14 લોકોને સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં ગોધરા શહેરના સૂર્યનગર સોસાયટીમાં આવેલ આંબેડકર નગર સોસાયટીમાં રહેતા કમલેશભાઈ ખુશાલભાઈ શ્રીમાળીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોધરા નગરમાં અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
કમલેશભાઈ ખુશાલભાઈ શ્રીમાળી જેવો ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા 1997 થી આજદિન સુધી ભારતીય જનતા પાર્ટીમાં નિઃસ્વાર્થ ભાવે પાર્ટી માટે કામગીરી કરી રહ્યા છે જેથી ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી અને પંચમહાલ જિલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ એ તેમની કામગીરીને ધ્યાનમાં લઈને તેઓને ગોધરા નગરમાં અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. વધુમાં કમલેશભાઈ ખુશાલભાઈ શ્રીમાળી વોર્ડ નંબર 4 ના એક સક્રિય યુવા કાર્યકર તરીકે ઉભરી આવ્યા છે અને તેઓ હર હમેશા વોર્ડમાં પડતી તકલીફો ને તત્કાલ જે તે લાગતા વળગતા તંત્રના અધિકારીઓને જાણ કરી નિકાલ કરવા માટે અગ્રેસર રહ્યા છે જેથી વોર્ડ નંબર 4 ના તમામ સ્થાનિક રહીશો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલી ગોધરા નગરમાં અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી તરીકે કમલેશભાઈ શ્રીમાળીની નિમણૂંક ને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી