Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : આમ આદમી પાર્ટી દ્વારા ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય આપવા તંત્રને આવેદનપત્ર

Share

ગુજરાત રાજ્યમાં હાલની વરસાદની સ્થિતિ જોતાં દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ ગુજરાતમાં વરસાદ ઓછો હોવાના કારણે નદી, નાળા, તળાવ પાણીથી ભરાયા નથી તેમજ ખેતી, પશુપાલન અને ઘાસચારાની સમસ્યા ઉભી થઈ છે ત્યારે ખેડૂતોને સહાય આપવા બાબતે આવેદનપત્ર આપતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઇટ પર આંકડા જણાવે છે કે, ઓગસ્ટ ૨૭ સુધીની વરસાદની ટકાવારી ખૂબ ચિંતા જનક છે પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૭.૯૩% વરસાદ થયો છે અને ૬૨.૦૭% વરસાદની ઘટ છે.

પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકામાં ૨૪.૭૬%, ગોધરામાં ૪૨.૭૨%, હાલોલમાં ૩૮.૧૩%, જાંબુઘોડામાં ૪૫.૧૪%, કાલોલ તાલુકામાં ૨૨.૨૭%, મોરવા હડફ માં ૩૪.૪૩%, શહેરામાં ૩૧.૫૫% વરસાદ થતાં સરેરાશ ૩૫% જેટલો નોંધાયો છે અને ૬૫% વરસાદ ઘટ છે ત્યારે કલેકટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે, આવી સ્થિતિમાં ખેડૂતોના ખેતરે ખેતરે સર્વે કરાવીને હેક્ટર દીઠ રોકડ રકમ ચૂકવી સહાય કરવામાં આવે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એસડીઆરએફના ધોરણે સર્વે કરી ખેડૂતોને નુક્સાન થયું હોય તે પ્રમાણે વળતર ચૂકવવા, પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરી, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી, જરુરીયાત મંદો માટે તરતજ રાહત કામો શરૂ કરવા જોઈએ એ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે એમ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં આયોજિત આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા કિસાન પ્રમુખ ઉત્સવભાઇ પટેલ સહિત તમામ તાલુકા પ્રમુખો,જિલ્લાના હોદ્દેદારો તથા કાર્યકરો સહીત હાજર રહ્યા હતા.

Advertisement

રાજુ સોલંકી ,પંચમહાલ.


Share

Related posts

ગોધરા ના શહેર તાલુકાનાં ખંડિયા ચોકડી નજીક અવાવરુ સંતાડી રાખેલ પોસ ડોડા ના છાલા સાથે પોલીસે બે વ્યક્તિ ની અટક કરી રૂપિયા પાંચલાખ ૪૨ હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

ProudOfGujarat

એમ.એસ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થવાથી વીસીને રજૂઆત કરવા જતાં વિવાદ સર્જાયો.

ProudOfGujarat

લીંબડી ડેપોની 20 બસો વડાપ્રધાનના પ્રોગ્રામમા મુકાતા મુસાફરોને મુશ્કેલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!