Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : એલ.સી.બી પોલીસે લીલેસરા ચોકડી પાસેથી પીકઅપ વાનમા લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપ્યો.

Share

પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરના લીલેસરા ચોકડી ઉપર નાકાબંધી દરમ્યાન પીકઅપ ડાલામાથી વિદેશી દારૂના જથ્થા રૂપિયા 489120 અને પીકઅપ ડાલા સહિત 789720 મુદામાલ કબ્જે કરી એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દારૂના સ્ટેન્ડ થકી દારૂનો વેપલો કરવાની પ્રવૃતિ સદંતર બંધ થઈ જવા પામી છે પરંતુ તેનો મતલબ એ નથી કે પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં સદંતર દારૂબંધી થઈ જવા પામેલ છે. પંચમહાલ જિલ્લામાં ખાસ કરીને ગોધરા શહેરમાં કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા જિલ્લાના પોલીસ અધિક્ષક ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓની જાણ બહાર છૂટકમાં તગડા વહેવારો લઈ વિદેશી દારૂનું વેચાણ કરવાની પ્રવૃત્તિમાં મોટા બુટલેગરના માણસો દ્વારા છૂટક તેમજ હોમ ડિલીવરી ક્યાંક કરિયાણાની દુકાનમાં તો ક્યાંક અવારૂ જગ્યાએ વિદેશી દારૂનું વેચાણ કરવાનું ચલણ ચાલી રહ્યું છે જે બાબત સમગ્ર જિલ્લામાં જગ જાહેર છે કદાચ અધિકારીઓ અજાણ હોય તો નવાઈ નહીં. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ દ્વારા પંચમહાલ એલસીબી પોલીસને ગોધરા શહેર ઉપરાંત જિલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા જરૂરી માર્ગદર્શન સુચના અંતર્ગત ગોધરા એલસીબી ના પી.આઈ કે પી જાડેજા તથા એલસીબી સ્ટાફના માણસો ગોધરા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું દરમિયાન બાતમી મળી હતી કે દાહોદ જિલ્લાના સજેલી તરફથી એક સફેદ કલરની ટાટા પીકઅપ ડાલા નંબર. જીજે 02 ઝેડ ઝેડ 1893 ના ડાલાની બન્ને સાઈડ ઉસ્માનીયા ટ્રાન્સપોર્ટ લખેલ ડાલાની બોડીમાં વિદેશી દારૂનો જથ્થો ડાંગરના ભૂસાની આડ કરી તેના ઉપર તાડપત્રી બાંધી વિદેશી દારૂનો જથ્થો ભરેલ પીકઅપ ડાલા લઈને સજેલી તરફથી નીકળી મોરવા હડફ થઈ સંતરોડ થઈ હાલોલ તરફ જવા નીકળેલ છે તેવી બાતમીના આધારે એલસીબી ના પી.આઈ કે પી જાડેજા અને પીએસઆઇ આઈ એ સીસોદિયા તથા એલસીબી સ્ટાફના માણસો ગોધરાના લીલેસરા ચોકડી ઉપર નાકાબંધી વોચ ગોઠવી હતી ત્યારે બાતમીના આધારે પીકઅપ ડાલાને ડ્રાઈવર સાથે પકડી પાડી અંદર તાપસ કરતા વિદેશી શરાબનો જથ્થો અને ટીન બિયર અને પ્લાસ્ટિક કવાટરિયા રૂપિયા 489120 તથા પીકઅપ ડાલા સહિત 789720 રૂપિયા ના મુદ્દામાલ સાથે દિનેશભાઈ નવલાભાઈ પારગી રહે. બટકવાડા મેણા ફળિયું સંતરામપુર જિલ્લા મહીસાગરનો વિદેશી દારૂનો જથ્થો વોન્ટેડ આરોપી મોહસીન મુસ્તાક શેખ રહે. મોઘાવાડા પાવાગઢ રોડ હાલોલના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અમદાવાદ : ફ્લાવર શો – કાંકરિયા કાર્નિવલમાંથી ૭૦ જેટલા મોબાઇલ ચોરનાર ઝડપાયો

ProudOfGujarat

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બાળકીનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવી તોડફોડ કરી

ProudOfGujarat

લીંબડી ખાતે મોહરમ નિમિત્તે બે વિસ્તારમાંથી તાજીયા જુલૂસ નીકળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!