વિજયસિંહ સોલંકી, ગોધરા
પંચમહાલ જીલ્લામા પશુઓની ગેરકાયદેસર હેરાફેરીનો સીલસીલો જાણે યથાવત છે. હજી પોપટપુરા ગામ પાસેથી એલસીબી દ્વારા પશુઓને કતલખાને લઈ જવાના પકડી પાડ્યાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યા ફરી એકવાર એલસીબીની ટીમે ગોધરાના હમીરપુર રોડ પાસેથી એક ટ્રકને બાતમીના આધારે રોકતા તેમા બેઠેલો ચાલક સહીત અન્ય શખ્શો ભાગી છુટ્યા હતા.અને ટ્રકમા તપાસ કરતા ૧૩ જેટલા ગૌવંશને બચાવીને પાંજરાપોળખાતે મોકલી આપી સામેલ શખ્શો સામેકાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે એ.એમ.ટી શાળા પાસે નાકાબંધી કરી હતી તે દરમિયાન બાતમીના વર્ણનવાળી ટ્રક જીજે ૦૯વાય૬૮૭૮ આવી હતી તેને રોકતા પોલીસ છે તેવી ગંધ આવી જતા તેમા બેઠેલો ચાલક સહીત અન્ય શખ્શો ભાગી છુટ્યા હતા. ત્યારબાદ તેમા તપાસ કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી તેમા ઘાસપાણી વગર ગૌવંશો ખીચોખીચ ભરેલા છે.પોલીસે તમામ ગૌવંશોને પાંજરાપોળ ખાતે મોકલીઆપી કતલખાને જતા બચાવ્યા હતા. અને ટ્રક તેમજ ગૌવંશ મળી કુલ એક લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્તકર્યો હતો. પોલીસે ફરાર થયેલા ઈસમો (૧) મહેફુસ હુસેન બદામ, રહે, ગેની પ્લોટ ,ગોધરા(૨)રમજાની ઈસ્માઈસ, રહે, સાતપુલ,ગોઘરા(૩) જુબેર અહેમદ ચુચલા, રહે, ઉમર મસ્જિદ સામે, ગોધરા(૪) ઈરફાન યુસુફ મિચલ, રહે સાતપુલ, ગોધરા(૫) વસીમ યુસુફ મિચલ, રહે, સાતપુલ,ગોધરા, સહીતના શખ્શો સામે પશુ સરંક્ષણ સુધારા અધિનિયમ(૨૦૧૭) ૬(એ)(૪)(૩), ૮(૨) અંતર્ગત ગુનો નોધી પકડવાના ચક્રો ગતિમાન કરવામા આવ્યા છે. અત્રે નોધનીય છે કે પંચમહાલ એલસીબીએ પોપટપુરા પાસેથી પણ તાજેતરમા કતલખાને લઈ જવાના ઈરાદે લઈ જવાતા ગૌવંશને બચાવી લેવામાં આવ્યા હતા.