પંચમહાલ જીલ્લાના હાલોલ ગામ પાસે આવેલા એક ઔધૌગિક એકમમાં બોઇલર ફાટતા બ્લાસ્ટ થયો હતો. જેમા ત્યા ફરજ બજાવતા ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.
હાલોલ તાલુકાના પાસે આવેલી એક ખાનગી કંપનીમા એકાએક બોઇલરનુ તાપમાન વધી જતા બ્લાસ્ટ થયો હતો. જેના કારણે એકમમા કામ કરતા ત્રણ કામદારો દાઝી જતા ઇજાગ્રસ્ત બન્યા હતા. ફાયર ફાયટર અને પોલીસની ટીમ, સ્થાનિક તંત્રની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. કંપનીની નજીકમા રહેતા લોકોએ આક્ષેપ લગાવ્યો હતો બ્લાસ્ટને કારણે અમારા ઘરની દિવાલો પર તિરાડો પડી ગઈ હતી. આ કંપનીમા રીએકટરને ઓવર લીમીટ પર પ્રેસર આપે છે. તેમની પાસે એપ્રુઅલ પણ નથી. તેમની પાસે કોઈ સેફ્ટી ઓફીસર નથી. આસપાસની કંપનીઓના રિએકટર ઓવર લીમીટમાં ચાલે છે. તેમનુ ઓડીટ પણ થતું નથી. કોઈ અધિકારીઓ પણ અમે તપાસમા આવતા જોયા નથી.
પંચમહાલ હાલોલ : રાજુ સોલંકી
Advertisement