Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : પંચાયત પરીષદના મધ્ય ઝોનના પ્રભારી તરીકે જીલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકીની વરણી.

Share

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિની બેન ગોપાલસિંહ સોલંકી જ્યારથી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે નિયુક્ત થયા ત્યારથી પંચમહાલ જિલ્લામાં આવેલ દરેક ગ્રામ્ય કક્ષાએ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય વિસ્તારોને વિકાસના કામો કરી વેગવંતુ બનાવેલ છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લક્ષી કામગીરી, વગેરે જેવી બાબતોમાં અગ્રેસર રહ્યા છે. જેની નોંધ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી હતી અને ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં માનનીય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં પંચમહાલ જીલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામિનીબેન ગોપાલસિંહ સોલંકીને મધ્ય ઝોનના પ્રભારી તરીકે વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રમુખ નયનાબેન પટેલ, માન. મંત્રી ભરતભાઈ ગાજીપુરા સહિત રાજ્યના તમામ જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ગોધરા: સીએનજી ગેસ સીલીન્ડરની ચોરી કરતા ઇસમની ગોધરા બી ડીવીઝન પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

પોલીસે પિતા-પુત્રી નું કરાવ્યું મિલન….જાણો ક્યાં

ProudOfGujarat

આમોદ માં પી.એમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની કરાઇ ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!