Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : હાલોલમાં રૂ. ૬.૭૭ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી વિકસતી જાતિ માટેની આદર્શ નિવાસી શાળાનું લોકાર્પણ કરાયું.

Share

વિકસતી જાતિના સામાજિક-આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે હાલોલમાં રૂ. ૬.૭૭ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી આદર્શ નિવાસી શાળા અહીંના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વની સાબિત થશે. ૧૫૦ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની આ કુમાર શાળામાં ધોરણ ૯ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવા સહિતની તમામ અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. હાલોલ ખાતે આદર્શ નિવાસી શાળા કુમાર (વિકસતી જાતિ)ના નવીન મકાનનો લોકાર્પણ સમાારોહમાં બોલતાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે ઉક્ત વાત જણાવી હતી.

તેમણે ઉમેર્યું કે, આ આદર્શ નિવાસી શાળામાં ૯ વર્ગખંડ, રહેવા માટેના ૨૦ ઓરડા, ગંથાલય, લેબોરેટરી, કમ્પ્યુટર રૂમ, પ્રાર્થના ખંડ, પીવાના પાણી માટે આરઓ તેમજ કુલર સહિતની તમામ આધુનિક સુવિધાઓ સાથે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આદર્શ નિવાસી શાળા યોજના થકી રાજ્ય સરકાર વિકસતી જાતિના શિક્ષણનાં તમામ અવસર પૂરા પાડી રહી છે. સમગ્ર રાજ્યમાં ૩૩ આદર્શ નિવાસી શાળાઓમાં ૯૨૪૦ વિદ્યાર્થીઓ લાભ લે છે જે રાજ્ય સરકારની વિકસતી જાતિનાં શૈક્ષણિક ઉત્કર્ષ માટેની પ્રતિબદ્ધતાની સાક્ષી પૂરે છે.

તેમણે જણાવ્યું કે, આદર્શ નિવાસી શાળાઓમાં પરિણામનું સ્તર પણ ઉચ્ચ છે. છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો એસ.એસ.સી. ના વિદ્યાર્થીઓનું પરિણામ ૯૫.૮૯ ટકા રહ્યું છે. જયારે એચ.એસ.સી. માં પરિણામ ૯૬.૯૦ ટકા રહ્યું છે જે નિવાસી શાળાઓની શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા દર્શાવે છે. અગાઉ રાજ્ય સરકાર વિકસતી જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ માટે રૂ. ૩૦૦ આપતી હતી તે હવે રૂ. ૬૦૦ કર્યા છે. જયારે બૂટમોજા માટે રૂ. ૨૦૦ અપાતા હતા તે હવે રૂ. ૪૦૦ કરવામાં આવ્યા છે. આ બધી રકમ સીધી ખાતામાં જમા થાય છે. જેથી સહાયની પારદર્શકતા જળવાઇ રહે.

તેમણે જણાવ્યું કે, કોરોના મહામારી દરમિયાન પણ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને રૂ. ૧૫૦૦ ની સહાય વિદ્યાર્થી દીઠ કરાઇ હતી. આ ઉપરાંત ધોરણ ૧ થી ૧૦ નાં વિકસતી જાતિના વિદ્યાર્થીઓને રૂ. ૫૦૦ થી ૭૫૦ ની શિષ્યવૃતિ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં વિકસતી જાતિનાં વિદ્યાર્થીઓને રૂ. ૨૬૪૯.૮૬ કરોડની સહાય શિષ્યવૃત્તિ તેમજ ગણવેશ સહાયરૂપે આપવામાં આવી છે.

રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારે આ પ્રસંગે જણાવ્યું કે, વિકસતી જાતિના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકારે વિદેશ અભ્યાસ લોન, કોર્મર્શીયલ પાયલોટની તાલીમ માટે લોન, કુંવરબાઇનું મામેરૂ, સમૂહ લગ્ન માટેની સહાય યોજના, માનવ ગરીમા યોજના, છાત્રાલય અને આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ જેવી વિવિધ યોજનાઓને અમલીકરણ ઓનલાઇન કરીને પારદર્શકતા થકી વિકાસની નવો પથ કંડાર્યો છે.

Advertisement

આ અવસરે છોટા ઉદેપુરના સાંસદ સુશ્રી ગીતાબેન રાઠવાએ પ્રાંસગિક પ્રવચન કર્યું હતું. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી કામિનીબેન સોલંકીએ ઉપસ્થિત નાગરિકોને સંબોધન કર્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે વિકસતી જાતિ માટેનાં આદર્શ નિવાસી શાળા કુમારનું તકતી અનાવરણ કરીને લોકાર્પણ કરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે વિકસતી જાતિ કલ્યાણ બોર્ડનાં નિયામક એન.એ. નિનામાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ વેળાએ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમેશભાઇ પરમાર, હાલોલ નગરપાલિકા પ્રમુખ વિભાક્ષીબેન દેસાઇ, તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, અગ્રણી અશ્વિનભાઇ પટેલ, કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુંનસિંહ રાઠોડ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનાં અધિકારીશ્રી સહિતનાં અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ઉતરાખંડના રાજયપાલ મેજર જનરલ (સેવાનિવૃત) ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ગામે બે ફળિયામાં સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગરની ટીમે રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

પાલેજના એસકે નગર વિસ્તારમાં રહેતી યુવતીએ કોલેજ તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ લેવલે ઉત્તીર્ણ થઇ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!