ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન પ્રમાણે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત કોવિડ-૧૯ ન્યાય યાત્રા કાલોલ તાલુકાના વેજલપુરમાં જનસંપર્ક કરી કોવિડ-૧૯ માં મૃત્યુ પામનાર વ્યક્તિઓની વિગતો મેળવી તેમજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ વ્યક્તિઓની વિગત અને આપવીતી મેળવી સૌને સરકારી વિવિધ યોજનામાં તુરંત મળવાપાત્ર લાભ મળે તે હેતુસર નિષ્ઠાથી પ્રયાસ કરી સહયોગ આપેલ.
તાલુકા કોંગ્રેસ સમિતિ કાલોલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરવત સિંહ પરમાર, પંચમહાલ જિલ્લા લઘુમતી સંગઠન ચેરમેન ઉસ્માન બેલી, પંચમહાલ જિલ્લા સોશ્યલ મીડિયા પ્રમુખ સન્ની શાહ, સ્થાનિક આગેવાનો પ્રદીપસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ જાદવ, ભૂપેન્દ્રસિંહ ખેર, અશોક ઉપાધ્યાય, નીરવ પટેલ, નશીબદાર ભાઇ, જયેશ પટેલ, કિરણભાઈ પરમાર, ભાવસિંહ ભાઇ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો વિગેરે જોડાઈને કોવિડ-૧૯ માં મૃત્યુ પામનાર સદગતની વિગતો તૈયાર કરી પરિવારજનોને સાંત્વના પાઠવેલ હતી.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કોરોનામાં મૃત્યુ પામનારના પરીવારજનોને મળીને વિગતો મેળવી.
Advertisement