Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું.

Share

પંચમહાલ જિલ્લામાં તા.15 મી ઓગસ્ટ, 2021 ના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બી.આર.જી.એફ. ભવન, ગોધરા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની તૈયારી રૂપે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા અને જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલની ઉપસ્થિતિમાં આજે સવારે 09.00 કલાકે યોજાયું હતું. કલેક્ટરએ સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન સંદર્ભે સંબંધિત અધિકારીઓ બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણીની વ્યવસ્થા, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કોરાના ગાઈડલાઈનનું પાલન સહિતની બાબતો અંગે સૂચના આપી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ ચટપટા હોટલ પાછળ પરણીતાના આપઘાત પ્રકરણમાં આપઘાત માટે દુષ્પ્રેરિત કરનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનાં સુએજ પ્લાન્ટની કામગીરી પર ટ્રેકટર નીચે દોઢ વર્ષની બાળકી કચડાઈ…

ProudOfGujarat

અંકલેશ્વરમાં હવાનાં પ્રદૂષણમાં વધારો થતાં AQI ઇન્ડેકસ 226 પહોચ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!