વિજયસિંહ સોલંકી.કાલોલ
પંચમહાલ જિલ્લામાં ઠંડાપીણા કેરીશેરડી રસની હાટડીઓ ખુલી જતી હોય છે.ત્યારે કાલોલ નગરમાં કેરીરસ,હોટલો પર કાલોલ નગરપાલિકા તેમજ મામલતદારની ટીમે સંયુક્ત દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા ફ્રુડ વિભાગ , કાલોલ નગર પાલિકા ,તેમજ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા કાલોલ નગરની કેરીરસની હાટડીઓ સહિત ઠંડાપીણાની દુકાન પર તપાસ હાથ ધરવામા આવી હતી.પાસ દરમિયાન દરમ્યાન કેરીના કેરેટ માં કેમિકલ યુકતથી પકવતા હોય તેમ નજરે પડ્યું હતી જેમાં કેમિકલ ની પડીકીઓ મળી આવી હતી જેમાં તે રસ ની હાટડીઓ પાર થી હજારો લીટર રસ તેમજ કેમિકલ યુક્ત ચાસણી નો નાશ કરવા માં આવ્યો હતો .જયારે ફ્રુડ વિભાગ દ્વારા વધુ ચકાસણી હાથ ધરતા કોલ્ડ્રીંક ની દુકાનો માંથી એક્સપાઇડેટ વાળી ઠંડા પીણાં મળી આવ્યા હતા અધિકારીઓ દ્વારા કડક વલણ લઇ ને તેમની તે દુકાનદારો પર કાર્યવાહી કરવામાં આવી હતી.