Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : ગાંગડીયા ગામની પરણિતાની લાશ જંગલમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર.

Share

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગાંગડીયા ગામે પાસે જંગલમાં પરિણીતાની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવ સ્થળે આવીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ સ્થળે મોટી સંખ્યામા લોકટોળા ઉમટ્યા હતા.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગાંગડીયા ગામના બામણીયા ફળીયામાં રહેતા દિલીપભાઈના લગ્ન શર્મિલાબેન સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. શર્મિલાબેન પોતાના ઘરેથી નીકળી ગયા હતા. ગાંગડીયા ગામની ટેકરી પાસે આવેલા લીલીછમ ઝાડીઓ વાળા જંગલમા પરણિતા શર્મિલાબેનની વૃક્ષની ડાળી પરથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. શહેરા પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસ મથકના પી.એસ.આઇ લકી પટેલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોચ્યો હતો અને સ્થાનિકોની મદદથી લાશને નીચે ઉતારવામા આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. બનાવ સ્થળે લોકટોળા ઉમટ્યા હતા. હાલમા લાશ મળી આવતા અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. જોકે પોલીસ તપાસ બાદ વધુ વિગત બહાર આવે તેવી શક્યતાઓ લગાવાઈ રહી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

નેત્રંગમાં ટેમ્પામાંથી સામાન ઉતારતી વખતે વીજ કરંટ લાગતા શ્રમિકનું કરૂણ મોત.

ProudOfGujarat

વડોદરામાં વકીલો ઉપર અમાનુષી લાઠીચાર્જ ની બનેલ ઘટના સંદર્ભ માં ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોસિએશન દ્વારા આજ રોજ કાર્યવાહી થી અલિપ્ત રહ્યા હતા ……..

ProudOfGujarat

મરાઠી પ્રાથમિક શાળા, વ્યારાના વિદ્યાર્થીઓને તિથી ભોજન કરવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!