ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં NDPS ACT મુજબના બે તથા બીજા અન્ય ગંભીર પ્રકારના કુલ પાંચ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને PIT NDPS ACT હેઠળ ગોધરા એસઓજી પોલીસે ધરપકડ કરી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. કેફી ઓષધ અને નશીલા દ્રવ્યોનો ઉપયોગ અને ગેરકાયદેસર વેપાર એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને ગંભીર નુકશાન કરે છે અને યુવાપેઢી બરબાદ થતી હોય છે જેના કારણે કેફી ઓષધ અને નશીલા દ્રવ્યોનો ઉપયોગ હેરાફેરી અને ઉત્પાદન અટકાવવા માટે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશીષ ભાટીયા ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના સંદર્ભ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ એસ ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ તથા ડૉ. લીના પાટીલ પોલીસ અધિક્ષક પંચમહાલ એ એસઓજી પી.આઈ એમ પી પંડયા અને બી ડીવીઝન પોલીસ ઈન્સ્પેકટર એચ એન પટેલ સુચનાઓ આપવામાં આવી હતી.
ગોધરાના હુસેની મસ્જિદ ખાડી ફળિયા ખાતે રહેતા સાજીદ ઇકબાલ મમદુની અટકાયત અગાઉ સન 2019 અને 2020 ના વર્ષ દરમિયાન કોડીન શ્રેણીની નશીલી દવા તથા આલ્પ્રાઝોલમ કંન્ટેન્ટ ધરાવતી નશીલી ટેબ્લેટના કુલ બે અને બીજા અન્ય ગંભીર પ્રકારના કુલ પાંચ ગુનાઓમાં સંડોવાયેલા સાજીદ ઇકબાલ મમદુ ફરીથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ કરે તેવી શક્યતા ને આધારે તેની વિરુદ્ધ PIT NDPS(Prevention of Illicit Traffic Narcotic Drugs and Psychotropic Substances Act) મુજબ કાર્યવાહી કરવા માટે એક ગુપ્ત દરખાસ્ત પી.આઈ એચ એન પટેલ એ તૈયાર કરી હતી જેના અનુસંધાનમાં સાજીદ ઇકબાલ મમદુને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે મોકલી આપવા હુકમ થતા તાત્કાલિક એસઓજી પી.આઈ એમ પી પંડયા અને પીએસઆઇ આર એમ મુઘવા અને એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા સાજીદ ઇકબાલ મમદુને અટકાયતમાં લઈ મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી