આઈસીડીએસ શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અધિકારીઓ સીડીપીઓ, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા બાળકોને સ્તનપાનથી થતાં ફાયદા અંગેનું માર્ગદર્શન ફોન કોલ દ્વારા તેમજ વિડીયો કોલિંગ દ્વારા પૂરું પાડવામાં આવી રહયું છે. આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમના વિસ્તારની ધાત્રી માતાઓ અને સગર્ભા બહેનોને રૂબરૂ સ્તનપાનને લગતી માર્ગદર્શિકા અને તેમના ફાયદા વિશે આ ઉજવણી દરમિયાન સમજણ આપી રહી છે. આ ઉજવણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ સહિતના અધિકારીઓએ ધાત્રી માતાઓ સાથે આ વિષયે સંવાદ કરી સમજણ વધારવાનો પ્રયાસ કર્યો હતો.
જન્મના પહેલા કલાકમાં સ્તનપાનની વહેલી શરૂઆત કરાવવા, જન્મથી પહેલાં ૬ મહિના સુધી ફક્ત સ્તનપાન, પાણી પણ નહીં પીવડાવવા, બોટલ ફિડીંગ ન કરાવવા, જન્મથી પહેલાં ૬ મહિના સુધી માતાના ધાવણ સિવાય બીજું કઈ પણ ના આપવા. ગળથૂથી, ખોરાક ,બહારનું દૂધ, પાણી, સહિત બીજા કોઈ ઉપરી આહાર ના આપવા, ૬ મહિના(૧૮૦ દિવસ) પૂરા થયા પછી જ ઉપરી આહારની શરૂઆત અને ૨ વર્ષ કે તેથી વધુ સમય સુધી સ્તનપાન ચાલુ રાખવું, નવજાત શિશુને એક દિવસમાં (૨૪ કલાકમાં) ૮ થી ૧૦ વખત (સવારે,દિવસે,રાત્રે) કરાવવા સહિતની બાબતો અને તેમને અનુસરવા માટે માર્ગદર્શન પર ભાર અપાઈ રહ્યો છે. સ્તનપાન માટેની સાચી રીત અંગે ફિલ્ડમાં ધાત્રીબેનો અને સગર્ભા માતાને રૂબરૂ મુલાકાત દ્વારા સમજણ આપવામાં આવી રહી છે.
પંચમહાલ રાજુ સોલંકી