Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો વિસ્તારોમાં 144 મી કલમ લાગુ કરતો જાહેર હુકમ.

Share

પંચમહાલ જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં તા. 06/08/2021 ના રોજ ગુજકેટ (ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ-2021), તા.08/08/2021ના રોજ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-03, તા. 13/08/2021ના રોજ આસિસ્ટન્ટ વર્ગ-3 (જીએમડીસી)ની પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, ખંડ નિરીક્ષકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર નિરીક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષાઓ આપી શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમા (જી.એ.એસ.) દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક હુકમો કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 ની કલમ-144 હેઠળ મળેલ સત્તાની રૂએ પરીક્ષા કેન્દ્રો ખાતેના સ્થળોથી 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે તેમજ પરીક્ષા કેન્દ્રોએ ઉપર દર્શાવ્યા મુજબની તારીખો પર સવારના 09.00 કલાકથી સાંજના 18.00 કલાક સુધીના સમયગાળા માટે નીચે દર્શાવેલ કૃ્ત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

આ જાહેરનામા દ્વારા પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધી કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓએ અવરજવર કરવા ઉપર, કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કે અવરોધ કરવા કે કરાવવા ઉપર તેમજ કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા કે કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવા ઉપર કે પરીક્ષાર્થીઓને શાંતિ-લેખન કાર્યમાં અડચણ-વિક્ષેપ થાય તેવું કોઈ કૃત્ય કરવા-કરાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી વસ્તુ અથવા મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર વગેરેનો ઉપયોગ કરવા, કરાવવા ઉપર, પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા સ્થળમાં લઈ જવા, વહન કરવા કે તેમાં મદદગારી કરવા કે તેવી વસ્તુઓ સાથે પરીક્ષાસ્થળમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવાના હેતુથી પરીક્ષાના સમગ્ર વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ કોપિયર, ફેક્સ મશીન સંચાલકોએ કોપિયર મશીનોનો ઉપયોગ પરીક્ષાના દિવસો દરમિયાન સવારના 09.00 કલાકથી 18.00 કલાક સુધી સદંતર બંધ રાખવાના થશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ઈન્ડિયન પીનલ કોડની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અંકલેશ્વર : સારંગપુર નજીક આદર્શ નગર સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય યુવકે અગમ્ય કારણોસર રૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી.

ProudOfGujarat

શક્તિનાથથી ગેઇલ ટાઉનશીપ સુધી રેલી યોજાઇ

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે ચોકસી બજારમાં રહેતા એક બુટલેગરની ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!