Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : કિસાન સન્માન દિવસ નિમિત્તે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને હાલોલ ખાતે કાર્યક્રમ યોજાયો.

Share

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શરૂ કરાયેલ રાજ્યવ્યાપી નવ દિવસીય સેવાયજ્ઞના ભાગરૂપે આજે પાંચમા દિવસે પંચમહાલ જિલ્લામાં કિસાન સન્માન દિવસ અંતર્ગત હાલોલ, મોરવા (રેણા), અડાદરા અને કાલોલ ખાતે પ્રજાલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉમાભવન, હાલોલ ખાતે યોજાયો હતો.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મુખ્ય દંડકએ તેમના ઉદબોધનમાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ વિકાસની દિશામાં લેવાયેલા કલ્યાણકારી પગલાઓ અને યોજનાઓની વિસ્તૃત જાણકારી આપતાં જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષમાં સરકારે ખેડૂત હિતલક્ષી અનેકવિધ પગલાઓ લઈને ખેડૂતોનો સંઘર્ષ પૂર્ણ કર્યો છે. અગાઉ પાયમાલ બનતા ખેડૂત આજે આર્થિક રીતે સજ્જ અને સુખી સંપન્ન જ નહીં પરંતુ આત્મનિર્ભર પણ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોની આવક વર્ષ 2022 સુધીમાં બમણી કરવાનો નિર્ધાર કર્યો છે ત્યારે તેને પૂર્ણ કરવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સમયસર પાણી,વીજળી, જરૂરી બિયારણ અને અદ્યતન સાધનો સહિતની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આરંભેલી ગ્રામ્ય વિકાસની યાત્રાને આજે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકાર આગળ ધપાવી રહી છે એમ દંડકએ ઉમેર્યું હતું.

કિસાનોના પ્રશ્નો બાબત વર્તમાન સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે. ‘કિસાન સૂર્યોદય યોજના’ના અમલીકરણથી ગુજરાત ખેડૂતોની દિવસ દરમિયાન વીજળીની જૂની માંગ પૂર્ણ કરી આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવતું હોય તેવું પ્રથમ રાજ્ય બન્યું છે. દિવસે વિજળી મળવાથી તેમને પિયત માટે રાત્રે ખેતરે જવું નહીં પડે અને ઝેરી જીવજંતુઓ-પ્રાણીઓના હુમલાઓ વગેરે જોખમોથી પણ મુક્તિ મળશે. ખેતીને આધુનિક, વૈજ્ઞાનિક બનાવવા, વધુ વળતરદાયક બનાવવા ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડીની અનેક યોજનાઓ-પહેલના માધ્યમથી સરકાર સતત મદદરૂપ બની રહી છે. સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગતની સાત યોજનાઓ કૃષિ વિકાસના ક્ષેત્રે નિર્ણાયક બની રહેશે તેમ જણાવતા આ યોજનાઓ હેઠળ અપાયેલ લાભો વિશે વિગતવાર માહિતી આપી હતી.

રાજ્યભરમાં યોજાઈ રહેલા નવદિવસીય કાર્યક્રમો બાબતે શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે આ કોઈ ઉજવણી નથી પરંતુ પ્રજાલક્ષી કાર્યક્રમોને લોકો સમક્ષ રજૂ કરવાનો અને તેમનો વ્યાપ વધારવાનો એક પ્રયાસ છે. આ નવદિવસીય અભિયાન વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની દ્રષ્ટિએ વિક્રમ બની રહેશે તેમ જણાવતા કોરોના હોય, તાઉ-તે પ્રકારની કુદરતી આફતો હોય ગુજરાત સરકારે વિકાસના કાર્યોને અટકવા દીધા નથી. શિક્ષણ, રોજગાર, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ, પીવાનું પાણી-રહેઠાણ, આદિવાસી બંધુઓનો વિકાસ તમામ ક્ષેત્રે અદભુત કામગીરી કરી ગુજરાતે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. શ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળની રાજ્ય સરકાર સુચારૂતા, નિર્ણાયકતા, પારદર્શિતા, પ્રગતિશીલતા અને સંવેદનશીલતાના પાયા પર રચાયેલી છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત વરિષ્ઠ પદાધિકારીઓ-સચિવઓની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાએ યોજાયેલા “કિસાન સન્માન દિવસ”ના કાર્યક્રમના ડિજિટલ માધ્યમથી કરાયેલા જીવંત પ્રસારણને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું. પંચમહાલ જિલ્લાના 66 ગામોના 11 ખેતીવિષયક ફીડરોનું કિસાન સૂર્યોદય યોજના હેઠળ મુખ્યમંત્રીના વરદહસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ યોજાયું હતું. કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના 11 ગામ, મોરવા હડફના 18 ગામ, શહેરા તાલુકાના 12 ગામ અને ગોધરા તાલુકાના 47wQbNPTDJp9hMYdvogK2hAUiHsGeiybwaWe36bwtRQ3UTpYV7YuZ8FV5j9nauFCWwcjM6dTzpL5s2N79Rp5unwdMvc8ZKUતાલુકાના 11 કેવીના 11 ખેતીવાડી ફિડર એમજીવીસીએલ દ્વારા કિસાન સૂર્યોદય યોજનાના ત્રીજા તબક્કામાં આવરી લેવામાં આવ્યા છે.

Advertisement

આ પ્રસંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે “મુખ્યમંત્રી સાત પગલા ખેડૂત કલ્યાણના” યોજના અંતર્ગત છત્રી, સ્માર્ટ હેન્ડલ ટુલ્સ કિટ્સ યોજના હેઠળ રૂ.5 લાખથી વધુના કૃષિ વિકાસલક્ષી વિવિધ સાધન-સહાયના લાભો ઉપરાંત વિવિધ યોજનાના પૂર્વ મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં સંગઠનના અગ્રણી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, હાલોલ નગરપાલિકા પ્રમુખ વિભાક્ષીબેન, મયંકભાઈ દેસાઈ, અરવિંદ પરમાર તેમજ હાલોલ તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ, પ્રાંત અધિકારી રોનક શાહ, કાર્યપાલક ઈજનેર એમજીવીસીએલ એન.યુ.નાયક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચ તાલુકાનાં સીતપોણ ગામમાં આવેલા એક તબેલામાં પશુપાલન માટે લાવેલા એક બકરાની ગરદન પર અલ્લાહ લખેલું ઉપસી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું.

ProudOfGujarat

અંકલેશ્વરની ઝાયડસ કેડીલા કંપનીમાં ડ્રમમાં બ્લાસ્ટ થતા 2 કામદાર દાઝયા : જીઆઇડીસી પોલીસે મામલે તપાસ શરૂ કરી.

ProudOfGujarat

રાજ્યના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના જન્મદિવસે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!