પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં કનેડા નામનું જીવજંતુઓ ગ્રામીણ વિસ્તારમાં વધુ પ્રમાણમાં હોવાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. નાના બાળકોના કાનમાં પ્રવેશી જાય તો મોટું નુકશાન કારક સાબિત થાય, કનેડા નામનું જીવજંતુ જે અલગ અલગ જીલ્લામાં તેનું અલગ અલગ નામથી ઓળખવામાં આવતું હશે, લાંબા વિરામ બાદ પડી રહેલો વરસાદના કારણે આ પ્રજાની જમીનમાંથી બહાર નીકળે છે. જ્યારે લોકો ઘરમાં કઈ રીતે રહી શકાય તેવી પરિસ્થિતિ આવી પડી છે.
જ્યારે જમવાનું બનાવતાં હોઈ તો તેમાં પણ ઘુસી જતા હોય છે અને ખાટલા ઉપર બેસીને જમવા જમવાનું જમવું પડતું હોય છે આખા ધરની આજુબાજુની દીવાલ ઉપર ધરમાં પણ ઘુસી જતા હોય છે જેને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા હતા. આખા ગામની આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. શહેરા તાલુકા નું સંભાલિ ગામ જેમાં આવેલ બારીયા ફળિયામાં આ પ્રજાનું કીડિયારું ઉભરાતું હોય તેવું જોવા મળ્યું હતું. આજ બારીયા ફળિયા માં 30 થી 35 ઘર ની વસ્તી ધરાવતું ફળિયું છે જેમાં 250 થી 300 માણસો રહે છે જેને લઈ આ પ્રજાનો ઉપદ્રવથી લોકોમાં ભય દેખવા મળ્યો છે જેમાં બાળકો પ્રજાની કાનમાં ભરાય તો બાળકોને સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે જેમાં બારીયા ફળિયાનો લોકો દ્વારા વળગતા તંત્ર દ્વારા આ સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ છે.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ : શહેરા તાલુકા સંભાલી સહિત અનેક ગામોમાં ચુડવેલના જીવાતના ઉપદ્રવથી લોકો હેરાન પરેશાન.
Advertisement