વિજયસિંહ સોલંકી,ગોધરા
પંચમહાલના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમા આવેલી રોયણ ચોકડી પાસે ગેરકાયદેસર રીતે ટેમ્પામાં બે પશુઓને લઈ જતા એક ઈસમની વેજલપુર પોલીસે અટક કરી કુલ ૪૦,૦૦૦ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વેજલ પુર પાસે આવેલી રાયણચોકડી પાસે પોલીસે એક અતુલ શક્તિ ટેમ્પામાં ભેસના પાડા બે પાડા ભરીને ક્રુર રીતે બાધી પાણી અને ઘાસચારો નહી આપીને ( જી.જે.૧૭ વાય ૭૮૯૪માં તેનો ચાલક સોયેબદાઉદ મંહમંદ વિરુધ્ધ પશુ ક્રુરતા અધિનિયમની કલમો નોંધી વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંઘી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા પામી છે. સરકાર દ્વારા પશુ અત્યાચાર રોકવા, તેની ગેરકાયદેસર હેરાફેરી પર રોક લગાવા માટે કડક કાયદા બનાવ્યા છે. છતા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરનારા તત્વો બેફામ બન્યા છે જોકે પંચમહાલ પોલીસ દ્વારા આવા તત્વોને પકડી લેવામા સફળતા સાંપડે છે.બે દિવસ પહેલા જ એલસીબી દ્વારા પોપટપુરા ગામ પાસે ગૌવંશ ને કતલ ખાન જતા બચાવી લેવામા આવ્યા હતા.