Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : મોરવા હડફ – સુરત એસટી બસ સેવાનો પ્રારંભ કરવામા આવતા મુસાફરોમાં આનંદની લાગણી

Share

પંચમહાલ જીલ્લાના છેવાડે આવેલો મોરવા હડફ તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલૂકો છે.અહીનો ગ્રામીણ વર્ગ મોટા ભાગે સૂરત,અમદાવાદ,રાજકોટ જેવા મોટા શહેરોમા કામકાજ માટે જતો હોય છે.મોરવા હડફ તાલુકા બન્યા પછી અહી વિવિધ સેવાઓ પુરી પાડવામા આવી રહી છે.પાછલા ઘણા સમયથી અહી સ્થાનિક લોકો અને ગ્રામીણ વર્ગ દ્વારા સૂરત રૂટની એસટી બસ શરૂ કરવામા આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મોરવા હડફથી સુરતની સીધી બસ સેવા ન હોવાને કારણે ગોધરાથી બસ પકડવી પડતી હતી.
જેમા સમય બગડતો હતો.વાહન વ્યવહાર વિભાગને પણ રાજકીય અગ્રણીઓ દ્વારા રજુઆત કરવામા આવી હતી.જેના સફળ પરિણામોના પગલે સુરત-મોરવા હડફ બસની શરૂઆત કરવામા આવી છે. ઓરવાડા, બોડીદ્રા બુજર્ગ, ધોળી, સહિતના ગામોના સુરત અવર જવર કરતા લોકો માટે ખુબજ ઉપયોગી બની રહેશે. સૂરત તરફ જતી બસનુ ઓરવાડા ખાતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ.હવે મોરવા હડફ પંથકના લોકોએ મોરવા હડફથી સીધી સુરત સુધીની બસ સેવા મળતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

રાજુ સોલંકી , પંચમહાલ

Advertisement

Share

Related posts

વિદેશમાં નોકરી આપવાના બહાને ફેક લિંક થકી લાખોની છેતરપિંડી કરતી ગેંગના સાગરીતને ઉત્તરાખંડ ખાતેથી ઝડપી પાડતી ભરૂચ સાયબર ક્રાઇમ

ProudOfGujarat

અંકલેશ્વરની યુ.પી.એલ. કંપની નજીક આવેલ ગોડાઉનમાં ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

નડિયાદ : વડતાલધામમાં અગિયારસ નિમિત્તે ઓર્ગેનિક આમ્રફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!