Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને આર્મી ભરતી મેળાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

Share

ગોધરાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ, કનેલાવ ખાતે 5મી ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી યોજાનાર આર્મીના મેગા ભરતી મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.ડી. ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે મેળાની તૈયારીઓ અંગે સંબંધિત અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. મેળાને ધ્યાનમાં રાખીને અધિકારીઓને સોંપાયેલી કામગીરીમાં થયેલ પ્રગતિની વિગતો મેળવતા આયોજન બાબતની મૂંઝવણો અંગે માર્ગદર્શન આપ્યું હતું. 20 જેટલા જિલ્લાઓ અને કેન્દ્રશાષિત પ્રદેશોમાંથી ભરતી મેળા માટે ઉમેદવાર આવવાના હોવાથી તેઓ માટે પરિવહન સુવિધાઓ, રાત્રિ રોકાણ કરવાના ખાનગી-સરકારી સ્થળો, વાજબી ભાવે જમવાની વ્યવસ્થા, પીવાના પાણી, શૌચાલય, પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ અંગે અત્યાર સુધી થયેલા આયોજન અંગે માહિતી મેળવતા નિવાસી અધિક કલેક્ટરશ્રીએ વ્યાપક સૂચનો-માર્ગદર્શન આપ્યા હતા.

એસ.ટી. મારફતે અન્ય જિલ્લામાંથી મેળાના સ્થળે આવતા ઉમેદવારો મેળાના સ્થળે અગવડ ભોગવ્યા વિના અને ભીડ કર્યા વગર જઈ શકે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય, કાયદો અને વ્યવસ્થા જળવાય તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. મેળામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ 72 કલાકમાં કરાવેલ કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ ફરજિયાત હોવાથી પંચમહાલ જિલ્લાના ઉમેદવારોને પોતાના વારાના દિવસ પહેલા પીએચસી, સીએચસી સહિતના આરોગ્યકેન્દ્રો પરથી આ ટેસ્ટ અને પરિણામ મળી જાય તે અને મેળાના સ્થળે જરૂર પ્રમાણે આરોગ્ય ટીમની વ્યવસ્થા કરવા શ્રી ચુડાસમાએ નિર્દેશ આપ્યા હતા.

Advertisement

અંદાજિત 5 થી 7 હજાર ઉમેદવારો પ્રતિદિન ગોધરા ખાતે મેળામાં ભાગ લેવા આવવાના હોવાથી સોશિયલ ડિસન્ટન્સિંગના પાલન, ચોમાસું હોવાથી વરસાદની સંભાવનાને લઈને મેળાના સ્થળ, રોકાણની જગ્યાઓ પર લેવાના સાવચેતીના પગલા, અવિરત વીજ-પુરવઠો, જનરેટરની વ્યવસ્થા સહિતની વિવિધ શક્યતાઓને ધ્યાનમાં રાખીને આયોજનના વિવિધ પાસાઓ અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી ગોધરા સુશ્રી એનબી રાજપૂત, પ્રાંત અધિકારીશ્રી એ.કે.ગૌતમ, નાયબ પોલિસ અધિક્ષક સુશ્રી હિમાલા જોષી, રોજગાર અધિકારીશ્રી અલ્પેશ ચૌહાણ, કાર્યપાલક ઈજનેર માર્ગ-મકાન (સ્ટેટ)શ્રી એન.સી. ભટ્ટ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી પરમાર, જિલ્લા મુખ્ય તબીબી અધિકારી ડો. મોના પંડ્યા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજુ સોલંકી , પંચમહાલ


Share

Related posts

ભરૂચ જીલ્લા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા સ્ટેશન વિસ્તાર માં શાકભાજી.દૂધ.અને અનાજ રસ્તા ઉપર ફેંકી ઉગ્ર વિરોધ પ્રદશન કરવામાં આવતા પોલીસે ૩૦ થી વધુ લોકો ની અટકાયત કરી હતી……

ProudOfGujarat

ક્રાઇમ બ્રાંચના દરોડા – અંકલેશ્વરના યોગી એસ્ટેટ-2 ખાતે ધૈર્ય બિલ્ડકોન ઓફિસમાંથી જુગારધામ ઝડપાયું, 9 ખૈલી જેલ ભેગા

ProudOfGujarat

રાજકોટ : ફેંકી દેવાના ભાવ મળતા ખેડૂતોએ સાચે જ શાકભાજી રસ્તા પર ફેંકી દીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!