Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : શહેરા તાલુકાના દાયકા ગામના અંદરાપરી ફળીયામાં રહેતા માસૂમ વિદ્યાર્થીઓને રસ્તાના અભાવે કોતરમાંથી થવું પડે છે પસાર …!

Share

શહેરા તાલુકામાં કરોડો રુપિયા ની સરકાર ની ગ્રાંન્ટ ના સાવૅત્રિક વિકાસ કાયોઁ માંથી એકપણ ગરીબ કે જરૂરિયાતમંદ લાભાર્થીઓ વિકાસ થી વંચિત રહ્યા નથી ના આ આભાસી દાવાઓ વચ્ચે દાયકા ગામ ના અંદારાપરી ફળીયામાં રહેતા અંદાજે ૩૫ ઉપરાંત પરીવાર ની અવરજવરો માટે જાહેર રસ્તા ના અભાવ ને લઇને સૌ,કોઇ ને કોતર ના પાણી માંથી ફરજીયાત પગપાળા ચાલી ને જ પસાર થવું પડે છે.એમાં સૌથી વધુ દયનિય સ્થિતિ તો અંદારાપરી ફળીયામાં રહેતા માસુમ બાળકો ને શાળા મા અભ્યાસ કરવા માટે ફરજીયાત કોતર ના પાણી માંથી પસાર થવું પડે ત્યારે વરસતા વધારે વરસાદ મા કયાંક માસુમ બાળક તણાઈ જાયતો આ ભય સૌ કોઇ અનુભવી રહ્યા છે.
શહેરા તાલુકાના ધાયકા ગ્રામ પંચાયત મા સમાવેશ અદરાપરી ફળીયામાં અંદાજે૩૫ ઉપરાંત પરીવારો વસવાટ કરે છે પરંતુ આ ફળીયામાં જવાનો જાહેર માગૅ બનલો જ નથી અને સૌ કોઈ ને ધૂટણસમા પાણી માંથી ફરજીયાત કોતર માંથી જ પસાર થવુ પડે છે એમાં સૌથી વધારે દયનિય સ્થિતિ શાળા મા અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થીઓ ની છે અને જો કોતર મા પાણી વધારે આવે તો શિક્ષણ થી વંચિત રહેવું પડતું હોવા ની વ્યથાઓ સ્થાનિક રહીશોએ વ્યક્ત કરી હતી. એમાં વધુ મા જણાવ્યું હતું કે અદરાપરી ફળીયામાં કોઈ વ્યક્તિ બિમારપડે તો ૧૦૮ એમ્બ્યુલન્સ પણ આવી શકે એમ નથી અને દદિઁ ને ઉચકી ને લઈ જવા પડે એવી અસહ્ય સ્થિતિ ઓ છે આ ફળીયામાં રહેતા રહીશોને સરકાર ની સહાય ના કોઇપણ લાભ મળતો નથી અને શૌચાલય સુવિધાઓ પણ આપવામાં આવી નથી ગ્રામ પંચાયત ના સરપંચ સમક્ષ જયારે રજૂઆતો કરવામાં આવે ત્યારે સહી,સીકકા કરવાનો જ મારી પાસે અધિકાર છે .ખરેખર તો શહેરા તાલુકા પંચાયત ના સતાધીશોએ ધાયકા ગામ ની મુલાકાત લઈ ને અદરાપરી ફળીયામાં ચાલી ને જાય તો મુશ્કેલીઓ શુ છે!! આ ખબર પડે..

રાજુ સોલંકી , પંચમહાલ .

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના ટંકારીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની અઘ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

ProudOfGujarat

વહેલી સવારે છવાયેલા ધુમ્મસથી મધ્ય ગુજરાતમાં જનજીવનને અસર.

ProudOfGujarat

સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં માનવ ઉત્થાન સેવા સમિતી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી દ્વારા કોરોના વોરિયર્સને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!