આવતીકાલે પંચમહાલ જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક ગૃહરાજ્યમંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાશે. ગૃહરાજ્યમંત્રી ગાંધીનગર ખાતેથી ઓનલાઈન માધ્યમથી આયોજન મંડળ અને આદિજાતિ વિકાસ મંડળ અંતર્ગત વર્ષ 2021-22ના સૂચવેલ કામોની મંજૂરી અર્થે સમીક્ષા કરશે. આ સાથે તેઓ બેઠકમાં જિલ્લામાં કોરોના સંક્રમણના થર્ડ વેવ સંબંધિત પૂર્વ તૈયારીઓની સમીક્ષા પણ આ સાથે હાથ ધરશે.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement