Proud of Gujarat
GujaratFeaturedINDIA

વર્ષાઋતુને ધ્યાનમાં લઈને ડિઝાસ્ટર શાખા દ્વારા સલામતી-બચાવના પગલાઓ અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ.

Share

વર્ષાઋતુના આગમન સાથે જિલ્લામાં ભારે વરસાદથી પૂર, વાવાઝોડું તથા આકાશી વિજળી પડવાના કિસ્સામાં સુરક્ષા માટે રાખવાની થતી સાવચેતીઓ તેમજ આપત્તિના સમયે ‘શું કરવું અને શું ન કરવું ‘ અંગેની માર્ગદર્શિકા ડિઝાસ્ટર શાખા દ્વારા બહાર પાડવામાં આવી છે.

આ માર્ગદર્શિકા અનુસાર આકાશી વિજળી/તોફાન દરમિયાન ઘરની અંદર હો તો તોફાન આવે તે પહેલા બધા ઈલેક્ટ્રિકલ સાધનોને અનપ્લગ કરવા, વાયર વાળા ટેલિફોનનો ઉપયોગ ન કરવા, બારી-દરવાજાથી દૂર રહેવા, વરંડા બંધ રાખવા, પ્લમ્બિંગ અને મેટલ પાઈપોને સ્પર્શ ન કરવા, વહેતા પાણીનો ઉપયોગ ન કરવા જણાવાયું છે. તે જ રીતે આકાશી વિજળી/તોફાન દરમિયાન તમે ઘરની બહાર હો તો ઘર/મકાનની અંદર આશરો મેળવવા, ટીનના છત/લોખંડવાળા માળખાથી દૂર રહેવા, ખુલ્લા આકાશમાં હોય તો જમીન પર ન સૂવા અથવા માથું જમીન પર ન મૂકવા, ઝાડની નજીક/નીચે આશ્રય ન લેવા તેમજ કાર-બસ જેવા છત ધરાવતા વાહનોમાં હોય ત્યાં જ સુરક્ષિત રહેવા, પાણીમાં હોય કે પાણીમાં નાની નૌકા જેવા સાધનોમાં હોય તો તુરંત કિનારે આવી જવા માર્ગદર્શિકામાં જણાવાયું છે.

Advertisement

પૂરના જોખમ સામે જારી કરાયેલ એડવાઈઝરીમાં નદી-વોંકળા, દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉંચી પ્લીંથવાળા મકાનો બાંધવા, આગાહી માટે રેડિયો/ટીવી સમાચાર સાંભળતા રહેવા અને તંત્રની સૂચના મળતા જ ભયજનક સ્થળ ખાલી કરી સુરક્ષિત સ્થળે જતા રહેવા તેમજ પૂર દરમિયાન સલામત અને સુરક્ષિત સ્થળોએ રહેવા, વીજ પુરવઠો બંધ કરવો-ખુલ્લા વાયરોને અડવું નહીં, સલામત સ્થળે ખસવા અંગેની સરકારી જાહેરાતને મહત્વ આપી અનુસરવા જણાવવામાં આવ્યું છે. પૂર પછીની માર્ગદર્શિકામાં તરતા આવડતું હોય તો જ ડૂબતાને બચાવવા, ઉંડા અજાણ્યા પાણીમાં ન પ્રવેશવા, કાંઠાવાળા વિસ્તારોમાં ન જવા, ક્લોરિનયુક્ત પાણી પીવા, પાણી ઉકાળીને પીવા-સુરક્ષિત ખોરાક જ ખાવા, ગંદા ભરાયેલા પાણીમાં દવાઓ છાંટવા જણાવાયું છે. વાવાઝોડા પહેલા અફવા ન ફેલાવવા-સાંભળવા, ગભરાટ ન કરવા, સમાચાર અને ચેતવણીઓ સતત સાંભળતા રહેવા, ઢોર-ઢાંખરને ખૂંટાથી છૂટા કરી રાખવા, સૂકો નાસ્તો, પાણી, ધાબળા, કપડા સહિત પ્રાથમિક સારવારની કીટ સાથે રાખવા અને અગત્યના ટેલિફોન નંબર હાથ વગા રાખવા જણાવાયું છે. વાવાઝોડા દરમિયાન જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશરો ન લેવા, બહુમાળી મકાનો કે મકાનોની છત પર ન રહેવા, ખુલ્લી જગ્યામાં સપડાયેલા હોય તો સલામત આશરો શોધવા, વાહન હંકારતા હો તો અટકી જવા, વાહનમાં જ સલામત સ્થળે ઉભા રહી જવા, માછીમારોએ દરિયામાં ન જવા અને હોડીઓ સલામત સ્થળે રાખી આશરો મેળવવા જણાવાયું છે. વાવાઝોડા બાદમાં નુકસાનગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયાસ ન કરવા, ફોનનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવા, બહાર નીકળતા પહેલા વાવાઝોડું પસાર થઈ ચૂક્યું છે તેની ખાતરી કરીને જ બહાર નીકળવા, કાટમાળમાંથી પસાર થતા પતરા, કાચના ટુકડા, સાપ જેવા ઝેરીજંતુઓથી સાવધાન રહેવા, બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલિસ, જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમનો સંપર્ક કરવા તેમજ બચાવની કામગીરી તાત્કાલિક ધોરણે યોગ્ય એજન્સીની મદદથી હાથ ધરવા પણ આ માર્ગદર્શિકામાં જણાવાયું છે.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અંકલેશ્વર પાનોલી GIDC કંપની બહારથી ચોરાયેલી બાઇક સાથે વાહન ચોરને ઝડપી લીધો હતો.

ProudOfGujarat

ભરૂચ : ‘કરૂણા અભિયાન-૨૦૨૨’ અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર સેવાભાવી સંસ્થાઓનું રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે સન્માન.

ProudOfGujarat

અંકલેશ્વર GIDCના રહીશનું સ્વાઇન ફ્લુના કારણે મોત.મૃત્યુ બાદ આવ્યો સ્વાઇન ફ્લુનો રીપોર્ટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!