Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : પાવાગઢ ડુંગર પર મિત્રો સાથે ફરવા ગયેલા ૨૦ વર્ષીય યુવાન ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ.

Share

પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં રહેતા 20 વર્ષીય યુવાન પાવાગઢ ખાતે તેના મિત્રો સાથે ફરવા ગયા બાદ ગુમ થયા બાદ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી નવરંગ કોલોની પાવાગઢ રોડ હાલોલ ખાતે રહેતો વિજય કુમાર શાંતિલાલ સોલંકી તેના મિત્રો સાથે પાવાગઢ ફરવા જાઉં છું તેમ કહીને ઘરથી નવ વાગ્યે નીકળ્યો હતો. ત્યારબાદ તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. અને કોઇ વાતચીત થઈ હતી નહી અને ત્યારબાદ વિજય સાથે જે કંપનીમાં કામ કરતો હતો એ છોકરાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે વિજય સાથે અન્ય ત્રણ મિત્રો મળી પાવાગઢ ખાતે દર્શન કરવા માટે ગયા હતા દર્શન કરી પરત ફરી રહેલા વિજય સોલંકી અને તેના મિત્રો માચી બસ સ્ટેશન સુધી સાથે બેઠા હતા ત્યારબાદ માંચી આવતાં છૂટા પડી ગયા હતા અને વિજય સોલંકીનો મોબાઇલ તેના મિત્રો પાસે છે. ત્યારબાદ આ અંગે પરિવારજનો દ્વારા પાવાગઢ ડુંગરની આસપાસ શોધખોળ કરવામાં આવી હતી.પણ યુવાન મળ્યો ન હતો. જેથી વિજયના પિતાએ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે વિજય સોલંકી તારીખ 11-07-2021 ના રોજ પોતાના ઘરેથી પાવાગઢ મંદિરે દર્શન કરવા માટે જઉં છું તેમ કહી નીકળ્યો હતો જેના આજે પાંચ દિવસ વીતી ગયા જેના પરિણામે પરિવારજનો ચિંતામાં મુકાયા છે હાલ આ મામલે પાવાગઢ પોલીસ ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

રાજપીપળા ખાતે મહાકાળી કાળકા માતાના મંદિરે ચૈત્રી આઠમનો હવન યજ્ઞ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓમાં ફાયર સેફટી ના સાધનોની ચકાસણીનો આદેશ

ProudOfGujarat

અંકલેશ્વરનાં મોટાલી બ્રિજ પાસે ટેન્કર પલટી જતાં ગેસ લીકેજ થતાં તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!