ગુજરાત પ્રદેશ ભાજપ દ્રારા આગામી વિધાનસભા ચુટણીઓ પહેલા સંગઠન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ સમિતિઓમા જાહેરક્ષેત્રમા પ્રજાહીત સાથે સંકળાયેલ સેવાભાવીઓ અને અગ્રણીઓને સ્થાન આપવાના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના આ નવતર અંભિગમમા પંચમહાલ જિલ્લા કિશાન મોરચાના પત્રકારત્વ સાથે સંકળાયેલ એવા ખેડૂત પુત્ર રમેશ તલાટીને ઉપ-પ્રમુખ તરીકે કાર્યભાર સુપ્રત કરીને સંગઠનમા સમાવેશ કરવામાં આવતા પંચમહાલ જિલ્લા ભાજપના કાયૅકરો, પત્રકારો અને ધરતી પુત્રોમા ત્રિવેણી સંગમ જેવામા હષૅની લાગણીઓ પ્રસરી જવા પામી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મહામંત્રી ભાગૅવ ભટ્ટ દ્રારા ભાજપ સંગઠનના વિવિધ ક્ષેત્રોમા સ્વચ્છ અને પ્રતિભાશાળી યુવા નેતૃત્વનો સમાવેશ કરી પ્રજાજનોના સેવાકાર્યની આ જવાબદારીઓમા ગુજરાત સરકાર હંમેશા ચિંતિત અને સંવેદનશીલ હોવાના સંદેશમા સંગઠનની ભૂમિકા પણ એટલી જ અગ્રેસર ગણવામાં આવે છે, આ દષ્ટિકોણના આધારે પંચમહાલ જિલ્લાના પ્રભારી રાજેશ પટેલ અને સંયુક્તાબેન મોદી સાથે સંકલન કયૉ બાદ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ દ્રારા કિશાન મોરચાના ઉપ-પ્રમુખ તરીકે આમ તો ખેડૂત પુત્ર અને વષૉથી પંચમહાલ જિલ્લા પત્રકાર જગતમા હંમેશા અગ્રેસર ભૂમિકામાં રહેતા પત્રકાર રમેશ તલાટીની નિમણૂંક કરીને સંગઠનમા સ્થાન આપવામાં આવતા શુભેચ્છકોમા ભારે હષૅની લાગણીઓ પ્રસરી જવા પામી છે.
પંચમહાલ રાજુ સોલંકી