હિન્દુ સંસ્કૃતિ સંવર્ધન સમિતિ દ્વારા સારસ્વત સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાનુભાઇ પંચાલ જિલ્લા શિક્ષણ અધિકારી, ભરતભાઈ બરાસરા નિવૃત્ત શિક્ષક તથા અરવિંદભાઈ પ્રજાપતિ નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારીનું સન્માનપત્ર ચાંદીનો સિક્કો સાલ તથા પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ આશિતભાઈ ભટ્ટ ગુરુધામના પૂજ્ય ઇન્દ્રજીત મહારાજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, સમિતિના સંયોજક શંભુપ્રસાદ શુકલ કે.ટી. પરીખ, ડાહ્યાભાઈ પ્રજાપતિ મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. આશિત ભટ્ટે જણાવ્યું હતું કે આ ત્રણેવ પદાધિકારીઓએ આજથી ત્રીસ વર્ષ પહેલા કપરા સમયમાં પોતાની નોકરીની ચિંતા કર્યા વગર દેશ ધર્મ સંસ્કૃતિ માટે આહલેક જગાવી હતી અને પ્રખર રાષ્ટ્રભક્તિના દર્શન કરાવ્યા હતા.
કોઈપણ જાતની ચિંતા કર્યા વગર રાષ્ટ્રનિર્માણનું અદભુત કામ કર્યું હતું અને અનેક કાર્યકર્તાઓનું ઘડતર કર્યું હતું. આ સમયે અશ્વિનભાઈ પટેલે પણ જુના સમયને વાગોળયો હતો અને સંસ્મરણો યાદ કર્યા હતા. પૂજ્ય ઇન્દ્રજીત મહારાજે આશિર્વચન આપ્યા હતા. પ્રબુદ્ધ નાગરિકોથી રમણલાલ નાયક હોલ ભરાઈ ગયો હતો. ડાહ્યાભાઈએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કાંતિભાઈ પંડ્યાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બ્રિજેશસિંહ ઠાકોર, રોનક રાઠોડ, નરેશ તુલસીયાણી, પી.કે. રાઠોડ,કાર્તિક ત્રિવેદી વગેરે જહેમત ઉઠાવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી