Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત ઘોઘંબાના ખીલોડી ગામના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા

Share

ઘોઘંબા તાલુકાના ખીલોડી ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત સભા રાખવામાં આવી.તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆની આગેવાનીમાં રાખવામાં આવેલી સભામાં મોટી સંખ્યામાં ગામમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીની સક્રિયતાથી તાલુકામાંથી ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે.તાલુકાના વિવિધ ગામોમાંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆનો સંપર્ક કરી રહ્યા છે. જેથી જિલ્લા પ્રમુખે દરેક તાલુકા પ્રમુખને લોક સંપર્ક વધારવા સૂચના આપવામાં આવી છે. આ સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં તાલુકા ઉપપ્રમુખ પ્રમુખ જગદીશભાઈ પરમાર, જિલ્લા યુવા મહામંત્રી ભરતભાઈ રાઠવા સહિતના કાર્યકરો જોડાયા હતા.
રાજુ સોલંકી ,પંચમહાલ

Advertisement

Share

Related posts

હાઈવે પર પથ્થર મારો કરી લૂંટની કોશિષ કરતા આરોપીને ઝડપી પાડતી આમોદ પોલીસ.

ProudOfGujarat

માંગરોળ : આજથી વિદ્યા મંદિરનાં દ્વાર ખુલતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.

ProudOfGujarat

જંબુસરના ઇસનપુર ઝામડી ગામે દરીયામાં માછીમારી કરવા ગયેલ યુવકનુ ડૂબી જતા મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!