પંચમહાલ જીલ્લા શહેરામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શેરી શિક્ષણ આર્શિવાદ સમાન બની રહ્યુ છે. જીવનમા મહત્વનુ ગણાતા પાયાના પ્રાથમિક શિક્ષણથી વિદ્યાર્થીઓ વંચિત ના રહી જાય તે માટે હવે શિક્ષકો શેરી શાળાઓ શરૂ કરીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે.
પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારમા આવેલી શાળાઓના શિક્ષકોના આ સકારાત્મક અભિગમની પહેલને વાલીઓ પણ આવકારી રહ્યા છે. પંચમહાલ જીલ્લામાં કોરોના મહામારીની અસર જોવા મળી હતી. જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણકાર્ય પણ બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય પર સીધી અસર પહોચી છે. કોરાનાની લહેર ઓછી થઈ છે ત્યારે શિક્ષકોએ શેરી શાળાના નવતર અને સકારાત્મક અભિગમ સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાનુ શરૂ કર્યુ છે. કોરાનાકાળમા ઓનલાઈન માધ્યમથી શિક્ષણ આપવાની પહેલ કરવામા આવી હતી. પરંતુ ગ્રામીણ વિસ્તારમાં રહેતા કેટલાક પરિવારો પાસે સ્માર્ટ મોબાઈલની સુવિધા ન હોવાથી તેઓ શિક્ષણથી વંચિત રહી જતા હતા. જેના કારણે વિદ્યાર્થીને પાયાના પ્રાથમિક શિક્ષણ ગુમાવાનો વખત આવતો હતો. શિક્ષકોએ શિક્ષણ કભી સાધારણ નહી હોતા ની ઉક્તિ સાર્થક કરીને શેરી શિક્ષણ શરૂ કર્યુ છે. જેમાં વર્ગ દીઠ અલગ અલગ ફળીયામા વિદ્યાર્થીઓને બેસાડીને શેરી શિક્ષણ આપવામા આવી રહ્યુ છે. શિક્ષણ કાર્ય શરૂ થતા વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.
પંચમહાલ રાજુ સોલંકી