Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર સુજલ મયાત્રાએ પદભાર ગ્રહણ કર્યો.

Share

પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર સુજલ મયાત્રા (આઈ.એ.એસ.) એ આજે જિલ્લાના 53 માં કલેક્ટર તરીકેનો પદભાર ગ્રહણ કર્યો હતો. સુજલ મયાત્રા વર્ષ 2011 ની બેચના આઈ.એ.એસ.અધિકારી છે. આ પ્રસંગે કલેક્ટરએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને વેક્સિનેશન કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. કોરોના સંક્રમણના નવા વેવની સંભાવના સામે પૂર્વ તૈયારીઓ ઉપરાંત જે બાબતોમાં જિલ્લો હજી પાછળ છે તે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. પંચમહાલ જિલ્લા સમાહર્તા પદે નિયુક્તિ પહેલા તેઓશ્રી કચ્છ અને છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર તરીકે તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

બેંગલોર : બસવરાજ બોમ્મઈ કર્ણાટકના 23માં મુખ્યમંત્રી બન્યા: રાજ ભવનમાં લીધા સીએમ પદના શપથ

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ચાર રસ્તા પર આઇસર ટેમ્પામાંથી પોલીસે દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

પાવાગઢમાં આઠમે બે લાખથી વધુ માઈભક્તો ઉમટયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!