ગુજરાત આયુર્વેદ બોર્ડ અને આયુર્વેદ મેડીકલ એસોસિએશન -મહીસાગર -પંચમહાલ -ગોધરા અને દાહોદ જિલ્લાના સયુંકત ઉપક્રમે રજીસ્ટર્ડ તમામ પ્રેક્ટિસનર્સ મિત્રોનો રીન્યુઅલ કરવા માટેનો કાર્યક્રમ લુણાવાડા ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 225 થી પણ વધુ તબીબો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન ડો. હસમુખ સોનીએ જણાવેલ કે ગુજરાત આયુર્વેદ બોર્ડ પ્રેક્ટિશનર્સ મિત્રોના હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. આયુર્વેદ બોર્ડનું ટ્રસ્ટ બનાવી સોશ્યલ સિક્યુરિટી સ્કીમ અને ડોકટર પ્રોટેક્શન સ્કીમનું આયોજન કરવામાં આવનાર છે.
બોર્ડ એટ યોર ડોર સ્ટેપ કાર્યક્રમ દ્વારા તબીબોને પોતાના ઘર આંગણે રજીસ્ટ્રેશન કરવા માટેની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે જેનાથી પ્રેક્ટિસનર્સ મિત્રોનો સમય અને ખર્ચ બંને બચે છે તેમજ સંગઠન વધારે મજબૂત બને છે. આ કાર્યક્રમમાં મહિસાગર જિલ્લાના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ સાહેબ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડના સદસ્ય ડો. શિરિસભાઈ શાહ તેમજ પૂર્વ સદસ્ય ડો. રવિન્દ્ર અમીન સાહેબ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં તેમજ તેનું સંકલન કરવામાં ડો. મહેશભાઈ શુક્લા સાહેબે મહત્વની કામગીરી બજાવી તેમજ તબીબ આગેવાનો ડો. અજય ભાવસાર, ડો. શ્યામસુંદર શર્મા, ડો. રાજેન્દ્ર નાયક, ડૉ યોગેશ પંચાલ તેમજ જુદા જુદા જીલ્લાના હોદ્દેદારો એ મહત્વની ભૂમિકા અદા કરેલ. ગુજરાત આયુર્વેદ બોર્ડ તરફથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી