વિજયસિંહ સોલંકી,શહેરા. (પંચમહાલ)
શહેરા તાલુકામા આવેલા કેટલાક ગામોમા ખેત તલાવડી બનાવાનું મશમોટું કૌભાડ બહાર આવતા તાલુકામા ભારે સનસનાટી મચી જવા પામી છે. આ અંગે શહેરા તાલુકાના ખટકપુર ગામના ખેડુત મનસુખ ભાઈ સરદારભાઈ બારીયા એ જમીન વિકાસ કચેરીના મ.નિયામક સર્વેયર એજન્સીના સંચાલકો સામે ફરિયાદ નોધાવતા તપાસનો ધમધમાટ શહેરા પોલીસ દ્વારા શરુ કરવામા આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા આ તમામને પકડવાના ચક્રો ગતિમાન કરવામા આવેલ છે. આજે શહેરા પોલીસ દ્વારા ગોધરા ખાતે આવેલી જમીન વિકાસ નિગમની કચેરી ખાતે પોલીસ અધિકારી હસમુખ સિસારા સહીત પોલીસસ્ટાફે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા થયેલા કરોડ રુપિયાના કૌભાડમા શહેરા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ઝડપથી શરુ કરી દેવામા આવ્યો છે. ગત રોજ રવિવાર હોવાને કારણે ગોધરા ખાતે આવેલી જીલ્લા જમીન વિકાસ નિગમની કચેરી બંધ હતી.આજે શહેરા પોલીસ મથકના પીઆઈ હસમુખ સીસારા પોતાની તપાસ ટીમ સાથે કચેરી ખાતે પહોચ્યા હતા. કચેરીમાં કર્મચારીઓની હાજરી પાંખી જોવા મળી હતી જીલ્લા જમીનવિકાસ નિગમ કચેરી ખાતે જરુરી તપાસ હાથ ધરી હતી ત્યારે ખેત તલાવડી બનાવાનું મશમોટું કૌભાડ મામલે શહેરા પોલીસ તપાસમા કોઈ કચાસ રાખવા માગતી નથી તેમ લાગી રહ્યું છે.તો ખેડુતો પણ પોતાના નામે કૌભાડ કરનારા ઓને સજા થાય તેમ ઇચ્છી રહ્યા છે.