ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીનાં અમલની વાતો સામે બુટલેગરો કેટલા બિન્દાસ્ત છે અને વિદેશી શરાબના વ્યાપારને સલામત રાખવા માટે કેવા નુસખાઓ અપનાવતા હોય છે.!! પરંતુ બુટલેગરોના બેફામ શરાબના વ્યાપારથી ત્રસ્ત સ્થાનિક રહીશો પોલીસ તંત્રને જાણ કરવાનું “બેવડું જોખમ” સહન કરવા ક્યાંથી તૈયાર હોય ? આવા કિસ્સામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં એક યુવાન બે સ્કૂલબેગોમાંથી બિયરના ટીન અને વિદેશી શરાબના કવાર્ટરીયાઓના જંગી જથ્થાને બહાર કાઢીને અનાજ ભરવાની કોઠીઓમાં ભરી રહ્યો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ વાયરલ થયેલા વિડીયોના સ્થળ અને સમય સંદર્ભમાં અમે પુષ્ટિ નથી કરતા પરંતુ કહેવાય છે કે ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં આવેલા વાગડીયા વાસમાં એક બુટલેગરના મકાનના ધાબા ઉપર આજ પ્રમાણે વિદેશી શરાબનો જંગી જથ્થો સંતાડવા માટેની આ પ્રથાઓ રોજિંદા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા હોવાની ઘટનાઓથી ત્રાસી ગયેલા કોઈક જાગૃત રહીશે મોબાઈલ ફોનના કેમેરામાં કેદ કરીને આ દુષણને દૂર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હશે.!!
ગોધરા શહેરમાં ચુસ્ત દારૂબંધીના અમલ માટે તત્પર પોલીસ તંત્રની નજરોમાંથી બચવા માટે બુટલેગરો યુવાન દેખાતા ચહેરાઓનો કેરીયર તરીકે જાણે કે ઉપયોગ કરતા હોય એવા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં એક યુવાન ચહેરો બે સ્કૂલબેગોમાં ઠસોઠસ ભરેલા બિયરના ટીન અને શરાબના ક્વાર્ટરીયાઓને અલગ અલગ અનાજ ભરવાની પતરાઓની કોઠીઓમાં ભર્યા બાદ તાળું પણ મારતો દેખાય છે. ભૂરાવાવ વિસ્તારના વાગડીયા વાસના એક બુટલેગરના મકાનના ધાબા ઉપર શરાબના જથ્થાને સલામત રાખવાના અને શરાબ રસિયા ગ્રાહકોની અવર જવરોથી ત્રસ્ત બની ગયેલા સ્થાનિક રહીશો આ ગેરકાયદે વ્યાપારને પડકાર ફેંકે એવી સક્ષમ સ્થિતિઓમાં કેમ નથી ? આ કારણો અને પરિણામોથી સૌ કોઈ પરિચિત હશે જ આવા સંજોગોમાં રોજિંદા દુષણો સામે મૌન બનીને સહન કરીને હેરાન પરેશાન દેખાતા સ્થાનિક રહીશો પૈકી કોઈક જાગૃત રહીશ દ્વારા પોતાના મોબાઈલ ફોન કેમેરામાં બુટલેગરના આ વ્યાપારને કેદ કર્યા બાદ સોશિયલ મિડીયામાં એટલા માટે વાયરલ કર્યા હશે કે આજે નહિ તો કાલે ન્યાય તો મળશે જ ને…?!!
પંચમહાલ રાજુ સોલંકી
ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીના અમલો સામે બુટલેગરોની તરકીબો કેટલી મસ્ત છે..!!
Advertisement