Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : પતિના દીર્ઘાયુષ્ય માટે પત્નીએ વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી.

Share

સનાતન ધર્મ સંસ્કૃતિમાં જેઠ મહિનાનું ધાર્મિક દ્રષ્ટી વિશેષ મહત્ત્વ રહેલું છે. તેમાં પણ જેઠ માસની પૂનમ એ વટસાવિત્રી તરીકે ઉજવવાનો અનોખો મહિમા રહેલો છે આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દિર્ઘાયુષ્ય માટે વટસાવિત્રીનું વ્રત કરી ઉપવાસ કરે છે અને વડની પૂજા કરે છે. ત્યારે ગોધરા શહેર સહિત જિલ્લામાં સૌભાગ્યવતી બહેનો સોળે શણગાર સજીને શિવ મંદિરો તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોઉચ્ચાર વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી. જેમાં વ્રતધારી બહેનો અબીલ-ગુલાલ, કંકુ-ચોખા અને ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કરી બાદમાં વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીટાળી પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે. વ્રતની પૂજા બાદ દિવસ દરમિયાન કેટલાક બહેનો નકોરા ઉપવાસ કરશે તો કેટલાક બહેનો દ્વારા ફરાળ કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. વટસાવિત્રી વ્રતની પૂજા માટે શહેર-જિલ્લામાં અનેક સ્થળોએ આયોજન પણ કરાયા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500 થી વધુ કેસો

ProudOfGujarat

ભરૂચ પોલીટેકનીક નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરના તાડ ફળીયા માં જુગાર રમતા 6 જુગારીયા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!