શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા દ્વારા ઓનલાઇન ફિનિશિંગ સ્કૂલની શરૂઆત થઈ. કેસીજી સ્પોસર્ડ ઓનલાઇન પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જોડાયા.
ગોધરાની જાણીતી, શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા તા. 20-6-2021 ના રોજ વિદ્યાર્થીઓને તેમના મુખ્ય અભ્યાસ ઉપરાંત અન્ય વિષયો જેવા કે સોફ્ટ સ્કીલ, સ્પોકન ઇંગ્લિશ, લાઈફ સ્કિલ જેવી બાબતોમાં પણ જ્ઞાન મળે જેનો ઉપયોગ તે ખાસ સરકારી અને ઔધ્યોગિક ક્ષેત્રે મળનારી નોકરીઓ તથા તેમના ઇન્ટરવ્યૂ માટે કરે કરે તેવા હેતુથી શરૂ કરાઇ છે. કેસીજી અમદાવાદના સહયોગથી સમગ્ર ગુજરાતની કોલેજોમાં ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામ ચાલે છે જેનાથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાશ થાય છે. ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડો. મહેશ પટેલ કે જેઓ ઓએસડી (ઓફિસર ઑન સ્પેશયલ ડ્યૂટી, ફિનિશિંગ સ્કૂલ) સેવા આપી હતી તેમણે ખાસ કોલેજ અને સમગ્ર ટીમને શુભકામનાઓ આપી હતી. ઉપરાંત કેસીજી ના બંને ટ્રેનર, ગૌરવ ઠક્કર અને ડો.સુજાતા વાઢવાએ ટ્રેનીંગ મોડુલ્સ અંગે માહિતી આપી હતી. કેમિસ્ટ્રી વિભાગના અધ્યક્ષ ડો. રમાકાંત પંડ્યા સાહેબે બધાનું સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રિન્સિપાલ ડો. એમ.બી.પટેલે વિદ્યાર્થીઓને આજના યુગમાં નોકરીને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી વધુ મહેનત આ સ્પર્ધાના યુગમાં કરવી જોઇએ એમ જણાવ્યુ હતું. કાર્યક્રમની આભાર વિધિ ડો. મુકેશ ચૌહાણ (એસી મેમ્બર, એસજીજીયુ) તથા સમગ્ર પ્રોગ્રામનું સફળ સંચાલન ડો. રૂપેશ નાકર (આસી.પ્રોફેસર, બોટની અને ફિનિશિંગ સ્કૂલ કોર્ડિનેટર) દ્વારા થયું હતું.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ : શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા દ્વારા ઓનલાઇન ફિનિશિંગ સ્કૂલનો પ્રારંભ.
Advertisement