Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : આર્મી ભરતી પ્રક્રિયામાં યુવાનોની વય મર્યાદામાં સુધારો કરવા માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત.

Share

છેલ્લા બે વર્ષથી દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે અને લગભગ દરેક ક્ષેત્રમાં કામગીરી પર અસર પડી છે જેમાં વિવિધ પ્રકારની જગ્યાઓ ભરવા સરકારી ભરતી પણ બંધ રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આવતા મહિને આર્મીની ભરતી કરવામાં આવી રહી છે. જે માટે સરકાર દ્વારા જાહેરાત આપી ઉમેદવારો પાસે ઑનલાઇન ફોર્મ ભરાવાઇ રહ્યા છે તેથી કેટલાક લાંબા સમયથી દેશની સેવા અને સુરક્ષા કરવા માંગતા યુવાનો તૈયારી કરી રહ્યા છે તેઓ માટે ખુશીના સમાચાર છે પણ બીજી બાજુ હજારો યુવાનો કે જેઓ ખુબ લાંબા સમયથી દિન રાત તૈયારી કરતાં યુવાનોમાં નિરાશા જોવા મળે છે અને તેઓને વય મર્યાદાની સમસ્યા ઉભી થઈ છે. કારણ કે, બે વર્ષથી ભરતી બંધ છે ત્યારે આ યુવાનો કે જેમની વય મર્યાદા વર્ષ – બે વર્ષ માટે રહી જવા પામે છે. ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી અને કાલોલ તાલુકા સર્કીટ હાઉસ પર મળેલી કાર્યકરોની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે, ઉમેદવારોની ચિંતા કરવી તેમની કારકિર્દી માટે ચિંતા કરવી જરૂરી અને સ્વભાવિક છે તેથી સદર થઈ રહેલી ભરતી પ્રક્રિયામાં વર્ષ બે વર્ષ ની વય મર્યાદાના કારણે રહી જતાં યુવાનોને ન્યાય મળે, તેઓને આ ભરતીનો લાભ મળે અને વર્ષોથી કરી રહેલી તેઓની મહેનત વ્યર્થ ના જાય તે માટે આ થનારી આર્મીની ભરતીમાં વયમર્યાદામાં સુધારો કરવા માટે રજૂઆત કરવા નકકી કરવામાં આવ્યું અને અનુસંધાને પંચમહાલ જિલ્લા કલેકટર સાહેબ લેખીત રજુઆત કરી આવા ઉમેદવારો માટે વયમર્યાદામાં સુધારો કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનો ને શ્રદ્ધાંજલિ આપવાં પાલેજ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ

ProudOfGujarat

રાજ્યકક્ષાની પાવરલિફ્ટીંગ,બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટ સ્પર્ધામાં સુરતની માનસી ઘોષે ગોલ્ડ મેડલ મેળવ્યો.માનસી ઘોષની રોજની કલાકોની મહેનત અને પ્રોપર ડાયટ પ્લાનનાં કારણે મળી સફળતા.

ProudOfGujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ નર્મદા રેન્જ તિલકવાડા ખાતે વનીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!