Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત વોટર લેવલ રિચાર્જ માટેના સ્ટ્રક્ચરનું નિર્માણ કરાયું.

Share

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વહી જતા જળના મહત્તમ સંચય માટે અભિયાન સ્વરૂપે કાર્ય કરવા અપીલ કરી છે. જે અંતર્ગત રાજ્યભરમાં જળશક્તિ અભિયાન હેઠળ જળસંચયના મહત્તમ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં પણ આવી જ એક પહેલ હેઠળ ૨૫ શાળાઓના બોર- હેન્ડપંપને વરસાદના પાણીથી રિચાર્જ કરી જળસ્તર ઉંચું લાવવાનો તેમજ પાણીની ઉપલબ્ધતા વધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે આપણા જિલ્લામાં હેન્ડપંપની સંખ્યા વધુ છે. આ પૈકી ઘણા બધા હેન્ડપંપ સીઝનલ છે, જ્યાં જાન્યુઆરી બાદ પાણીની ઉપલબ્ધતા ઓછી થાય છે. ઘણા હેન્ડપંપ ફેઈલ ગયેલા હોય છે. તો આ પ્રકારના હેન્ડપંપ-બોરને વરસાદના પાણીથી રિચાર્જ કરવા માટેનું સ્ટ્રક્ચર સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત ઉભુ કરવામાં આવ્યું છે. ખાનગી કંપનીઓ દ્વારા થતી સીએસઆર પ્રવૃતિ અંતર્ગત પ્રાયોગિક ધોરણે ઘોઘંબાની ૧૫, ગોધરાની ૫ અને મોરવા હડફની ૫ શાળાઓમાં આ પ્રકારનું વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્ક્ચર ઉભું કરવામાં આવ્યું છે.

કેચમેન્ટ માટે યોગ્ય વિસ્તાર ઉપલબ્ધ હોય તેવી અને હાઈડ્રોલોજિસ્ટના સૂચન અનુસાર આ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. મોટાભાગે એવી શાળાઓ પસંદ કરવામાં આવી છે, જ્યાં હેન્ડપંપમાં પૂરતા પ્રમાણમાં પાણી રહેતું નથી. ચોમાસા બાદ આ હેન્ડપંપ-બોરમાં શિયાળા-ઉનાળા દરમિયાન પાણીની ઉપલબ્ધતામાં કેટલો વધારો થયો છે તેનું મૂલ્યાંકન કરી તેના આધારે અન્ય શાળાઓ સહિતના સ્થળોએ પણ આ પ્રકારના વોટરલેવલ રિચાર્જ સ્ટ્રક્ચર સ્થાપવામાં આવશે. આ પ્રકારનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં 25 થી 30 હજારનો ખર્ચ આવે છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સિંચાઈ વિભાગના સહયોગથી જળસંચયના કાર્યો અંતર્ગત આ પહેલ હાથ ધરી છે. જે હેન્ડપંપોમાં પાણી થોડા સમય પૂરતું જ આવે છે અને ત્યારબાદ તૂટવા માંડે છે તેવા હેન્ડપંપોને આ રિચાર્જ સ્ટ્રક્ચર નવજીવન બક્ષી શકે છે તેમજ વરસાદના વિનામૂલ્યે મળતા પાણીનો બારેમાસ ઉપયોગ કરી ખર્ચમાં પણ સારી એવી બચત કરી શકાય છે. હાલમાં ભૂગર્ભજળના સ્તર નીચે જઈ રહ્યા છે ત્યારે આ પ્રકારના રિચાર્જ સ્ટ્રક્ચર એક અનુકરણીય પહેલ બની રહેશે.

વોટર રિચાર્જ સ્ટ્રકચર બનાવવા માટે પાકુ બંધાયેલ ધાબા (ટેરેસ) પ્રકારના કેચમેન્ટ એરિયાની જરૂર રહે છે. જેને સાફ કરી પાણી ભરાવા દેવાય છે. આ પાણી પાઈપ વાટે ફિલ્ટેરેશન પિટમાં ઉતારવામાં આવે છે. ફિલ્ટરેશન પિટમાં અલગ-અલગ ત્રણ લેયર્સથી પાણીને ફિલ્ટર કરવામાં આવે છે. સૌથી નીચે મોટી ગ્રેવેલ (કપચી), ત્યારબાદ ઉપર તેનાથી થોડી નાની કપચી અને તેની ઉપર રેતી પાથરવામાં આવે છે. આ સ્તરોમાંથી પાણી ગળાઈ સ્વચ્છ થઈ જાય છે. આ પિટનું આઉટલેટ બોર કે હેન્ડપંપમાં આપવામાં આવે છે, જેથી તેમનું વોટરલેવલ ઉંચુ આવે છે અને પાણીની ઉપલબ્ધતા જળવાઈ રહે છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

તંત્ર હવે તો જાગો..! : ભરૂચ : ફાટાતળાવથી કતોપોર બજારને જોડતા મુખ્ય માર્ગનું કામ ન થતા વેપારીઓ રસ્તા પર બેસી કર્યું વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ગાંધીનગર-રાજયમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ – કચ્છના અંજાર અને ગાંધીધામમાં 4 ઈંચ નોંધાયો…..

ProudOfGujarat

ઝઘડિયાના પીપદરા ગામ ખાતે થયેલ યુવકના અપહરણ મામલે ગણતરીના સમયમાં આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!