કાલોલના સુરેલી ગામે આર્મીમાં ભરતી પહેલા તાલુકા પંચાયત પ્રમુખે આર્મીની ભરતીમાં આવેદન કરનાર યુવાનોનો જમાવડો કર્યો. આ જમાવડો ગત રવિવારના રોજ થયો હતો. જમાવડાના વિડિઓ વાયરલ થતા ભારે ચકચાર મચી છે. તાલુકા પ્રમુખે કોવીડના નિયમોનું ઉલ્લંઘન કરી પ્રમુખ સહિત યુવાનો મોઢે માસ્ક વિના નજરે પડ્યા હતા અને સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. ગામના ડામર રોડ ઉપર યુવાનોની કતાર લગાવી પ્રશિક્ષણ કરાવવામા આવ્યું હતું. પ્રમુખે યુવાનોને ભેગા કરવા સોસીયલ મીડિયામાં મેસેજ વહેતો કર્યો હતો. એક તરફ કોરોનાની મહામારી હાલ ખતમ થઈ નથી.
ત્યારે આ રીતે જમાવડો એ કોરોનાને આમંત્રણ જ છે.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement