Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રાણી અત્યાચાર નિવારણ સમિતીની કારોબારી સભાની બેઠક યોજાઈ.

Share

પંચમહાલ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતી (એસપીસીએ) ની કારોબારી સભાની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને સેવાસદન-1 ખાતે યોજાઈ હતી. બેઠકમાં પશુઓના નિભાવ માટે શ્રી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ, ગોધરાને કરવાના થતા ચૂકવણા, પેટ શોપના રજિસ્ટ્રેશન માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. નગરપાલિકા વિસ્તારોમાં (1 લાખથી વધુ વસ્તી ધરાવતા) પાંચથી વધારે પશુઓ ધરાવતા પ્રિમાઈસીસનું રજિસ્ટ્રેશન કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી, જેથી ગેરકાયદેસર રીતે કતલ માટે પશુઓ ગોંધી રાખવા સહિતની પ્રવૃતિઓની ઓળખ અને કાર્યવાહી સરળ અને ઝડપી બને. બેઠકમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ નાયબ વન સંરક્ષકએ સમિતી અંતર્ગત કરવાની થતી કામગીરીની વિગતો મેળવી સમીક્ષા કરી હતી અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં સમિતીના સભ્ય સચિવ નાયબ પશુપાલન નિયામક, જીવકલ્યાણ પાંજરાપોળના પ્રમુખ, મંત્રી, મેનેજર મદદનીશ પશુપાલન નિયામક, સમિતીના વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે મહિલા લોક રક્ષકોની દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો

ProudOfGujarat

તંત્રની બેદરકારી : લીંબડીના ખાડીયાપરા વિસ્તારમાં વિજપોલમાં આગ ભભુકી ઉઠી : PGVCL માં કોલ કરવા છતાં કોઈ રિપ્લાઇ નહિ.

ProudOfGujarat

વડોદરામાં કોવિડની ત્રીજી લહેરને અનુલક્ષીને ગોત્રી હોસ્પિટલનો પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગ સુસજ્જ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!