Proud of Gujarat
Uncategorized

પંચમહાલ : અભ્યાસ અર્થે વિદેશ જતા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે રસીકરણની વિશેષ વ્યવસ્થા.

Share

કોરોના વાયરસ મહામારી દરમ્યાન વિદેશ જતા વિદ્યાર્થીઓને કોઈ અડચણ ઉભી ન થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેમના રસીકરણ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે એક સ્પેશ્યલ સેલનું ગઠન કરવામાં આવ્યું છે જેના દ્વારા અરજીના આધારે નિયત સમય પહેલા રસીના બીજા ડોઝ માટે વૉક ઈન રજીસ્ટ્રેશન દ્વારા રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદેશ જતા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં અડચણ ઉભી થવાની શક્યતા નિવારવા પંચમહાલ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અરજદાર વિદ્યાર્થીએ નિયત પત્રક ભરીને તેમાં દર્શાવેલા દસ્તાવેજો dpc.health.panchmahal@gmail.com પર અપલોડ કરી મોકલી આપવાના રહેશે. કોઈ મૂંઝવણ બાબતે હેલ્પલાઈન નંબર 7567893305 પર ફોન કરી શકાશે. આ દસ્તાવેજોના આધારે આરોગ્ય શાખાના સ્પેશ્યલ સેલ દ્વારા અરજી મંજૂર થયે સબંધિત વિદ્યાર્થીને કન્ફર્મેશન મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે. અરજદાર વિદ્યાર્થીઓના દસ્તાવેજો અને પત્રકોની વિગતોની ચકાસણી બાદ નિયત કરવામાં આવેલા 07 ઓળખકાર્ડ પૈકી કોઈ એકનો ઉપયોગ વેક્સીનેશન કરતી વખતે પાસપોર્ટની વિગતો, વિદેશની એકેડેમિક કોર્સ અંગેની વિગતો, સ્ટુડન્ટ વિઝા, જોબ ઓફરના લેટર્સ, ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા માટેનું નોમિનેશન અંગેની વિગતો તેમજ વેક્સિનેશનનો પ્રથમ ડોઝ અંગેની વિગતો આપવાની રહેશે. આ રસીકરણ અને તેનું પ્રમાણપત્ર વિદેશમાં જતા પંચમહાલ જિલ્લાના રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો ડોઝ લેવા માટે નિયત સમય નક્કી થાય તેવા વ્યક્તિઓ માટેની વ્યવસ્થા છે. આ સિવાયની કોઈ પણ વ્યક્તિએ આ વ્યવસ્થાનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

चंद्र ग्रहण 2018: राहु-केतु मानते हैं चंद्रमा और सूर्य देव को शत्रु, जानें कैसे लगता है ग्रहण

ProudOfGujarat

વિરમગામ શહેર -પંથક માં ભગવાન વિશ્ર્વકર્મા જન્મ જયંતી ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

મૂળનિવાસી સંઘ દ્વારા તથા સમસ્ત મૂળ નિવાસી બહુજન દ્વારા ભીમા કોરેગાંવ હિંસા અને અમાનવીય અત્યાચાર તેમજ અન્યાય સામે પ્રતીક ધરણા યોજાયા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!