પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં પસાર થતા અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પર મરામત કરવા બાબતે ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીને લેખિત પત્ર લખવામાં આવ્યો છે.
આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી અમદાવાદ સુધીના અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે નંબર 59 પસાર થાય છે. નેશનલ હાઇવે ઓથોરિટી તરફથી નિયમો મુજબ ટોલ ટેક્ષ વસુલ કરવામાં આવે છે અને કરોડો રૂપિયાની આવક થઈ રહી છે આ રસ્તાને બનતા અંદાજે ૧૦ વર્ષ જેટલો સમય થયો છે. ગોધરા શહેરથી અમદાવાદ સુધીના રસ્તા પર બે ટોલનાકા આવેલા છે કે નિયમ મુજબનો ટોલ ટેક્સ વસૂલ કરે છે આ સમગ્ર રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે અને આ રસ્તા પર ખાડા પડી ગયા છે. આ રસ્તો અકસ્માતોને આમંત્રિત કરી રહી છે આ રસ્તાની લાંબા સમયથી દેખરેખ કરવામાં આવતી નથી. જેના કારણે રસ્તા પર પસાર થતા વાહનચાલકો અને આજુબાજુના ગામના લોકોમાં રોષની લાગણી છે.આ બાબતે સ્થાનિક લોકો અવાર નવાર ટોલ બૂથ પર રજૂઆત કરેલ છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. રસ્તાની મરામતની કામગીરી ખૂબ જરૂરિયાત છે. વારંવાર અકસ્માત ન થાય તે માટે રિકાર્પેટીંગ કરી તમામ ખાડા ઊંચા નીચા રસ્તાઓને સરખા કરવા ખૂબ જરૂરી છે ઉપર રસ્તાની કામગીરી 15 દિવસમાં નહીં કરવામાં આવે તો સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રસ્તા પર ટોલનાકા ઉપર ટોલટેક્સ ચૂકવવામાં નહિં આવે અને આ રસ્તાને રોડ ટોલટેક્સથી મફત કરવામાં આવશે જે અંગેની તમામ જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટી અને સંબધિત વિભાગની રહેશે જેથી સત્વરે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે.
પંચમહાલ રાજુ સોલંકી