પંચમહાલ જીલ્લામા અરવિંદ કેજરીવાલની આમ આમ આદમી પાર્ટી પોતાનો પ્રચાર પસાર કરી રહી છે. પંચમહાલમાં જે પણ ચુંટણીઓ થાય છે, જેમા ભાજપા અને કોંગ્રેસ વચ્ચે સીધો મૂકાબલો જોવા મળતો હોય છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ જીલ્લામાં પોતાનુ પ્રભૃત્વ જમાવી રહી છે. જીલ્લાના ઘોઘંબા તાલુકાની જીંજરી જિલ્લા પંચાયત બેઠકના સમાવીશ ગામોમાંથી, વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆ દ્વારા ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે સ્થાનિક સમસ્યાઓને જાણવા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો તથા આજુબાજુના ગામોના સરપંચો, માજી સરપંચો, ડેપ્યુટી સરપંચો તથા અન્ય નાગરિકોની મોટી સંખ્યા સાથે મિટિંગ રાખવામાં યોજાઈ હતી. જેમાં સ્થાનિક વિસ્તારની સામૂહિક લાભની સમસ્યાઓ વિશે ઉપસ્થિત સૌ નાગરિકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને આમ આદમી પાર્ટીના કામો અને તેની વિચારધારા વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. આ મિટિંગ, મુલાકાતની ચર્ચાઓ આજુબાજુના વિસ્તારના ગામોના લોકો અને આગેવાનોમાં પહોંચી હતી અને તેનો પ્રભાવ લોકોમાં જોવા મળતા,ઘોઘંબા તાલુકાની જીંઝરી જિલ્લા પંચાયત બેઠકના ગામો બાકરોલ, વાંકોડ, વાવ, ઝાબ, સરસવા, નાથપુરા, પોયલી, બાકરોલ અને જીંઝરીમાંથી વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સરપંચ, માજી સરપંચ, ડેપ્યુટી સરપંચ, પંચાયત સભ્યો સહિત ૨૫૦ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
પ્રમુખ દિનેશભાઈ બારીયા જણાવ્યુ હતુ કે” પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ૧૦૦૦ જેટલા નવ યુવાનો આમ આદમી પાર્ટીમાં પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એ અમારા માટે ગૌરવની વાત છે અને હવે તમામ તાલુકાઓમાંથી વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે એ પણ વિશેષ ગૌરવની વાત છે. પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ઘણી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પાર્ટીમાં જોડાવા માટે સંપર્કમાં છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર, પ્રસાર અને પ્રભાવ હવે ઘરે ઘરે અને જને જને પહોંચી ગયો છે જેનું પરિણામ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે. પંચમહાલ જીલ્લામાં આમ આદમી પાર્ટીમાં રાજકીય આગેવાનો જોડાતા ગરમાવો આવ્યો છે.
પંચમહાલ રાજુ સોલંકી