Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ઘરફોડચોરીઓનો માસ્ટરમાઇન્ડ ઇશાક શકલા પંચમહાલ પોલીસના હાથે ઝડપાયો

Share

વિજયસિંહ સોલંકી,ગોધરા

પંચમહાલ જિલ્લામાં ઘરફોડી ચોરીના ગુનાઓમાં અલગ અલગ પોલીસ મથકમાં ગુનો નોંધાયા છે.
તેવા ઘરફોડીયા ચોર ઇશાક શકલાનેગોધરા બીડીવીઝનના પોલીસ મથકના પી.આઇ સહિતના સ્ટાફે બાતમીને આધારે પકડી પાડ્યો હતો.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે જિલ્લા પોલીસ વડા તરફથી આપવામા આવેલી સુચનાને આધારે ગોધરા બી.ડીવીઝન ના પોલીસ ઇન્સ્પેકટર એમ.સી. સગત્યાણી દ્રારા વિશેષ અભિયાન હાથ ધરવામા આવ્યુ હતું.જેમા મળેલી બાતમીને આધારે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો ઇશાક ઇસ્માઈલ શકલા ઉર્ફ ઇશાક રહે વચલા ઓઢા, ગોધરાને વચલા ઓઢા વિસ્તારમાંથી પકડી પાડવામા આવ્યો હતો.તેની સઘન પુછપરછમાં ગોધરા બી ડીવીઝન વિસ્તારમાં ૫, એ ડીવીઝન વિસ્તારમાં ૪,વેજલપુરમાં ૩,રાજગઢમાં ૧ શહેરા માં ૧ અને બોડેલી જિ છોટાઉદેપુર પોલીસ મથકમાં એક ચોરીના ગુનામાં સંડોવાયેલા છે.બી .ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1179 પર પહોંચી.

ProudOfGujarat

અમદાવાદમાં ચાલુ બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નીકળ્યો, એનિમલ ટીમે પહોંચી રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

વડોદરા : વિશ્વ નર્સિંગ દિન નિમિત્તે સરકારી નર્સિંગ કોલેજ તથા એસ.એસ.જી હોસ્પિટલનો સંયુક્ત સન્માનિત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!