Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલમાં કોવિડ હોસ્પિટલ્સ, કોવિડ કેર સેન્ટર પર ડોક્ટર્સ-પેરામેડિકલ સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કરાયું.

Share

પંચમહાલ જિલ્લામાં આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન થીમ પર થયેલ આ ઉજવણી અંતર્ગત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ અને છોડવાઓના વિતરણના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

હાલોલના કંજરી ગામ નજીક યુપીએલ કંપનીના સહયોગથી યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થતા જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે તાઉતે વાવાઝોડામાં ઘણા વૃક્ષો નાશ પામ્યા છે, નુકસાન પામ્યા છે ત્યારે આપણું ગ્રીન કવર જળવાઈ રહે તે માટે આ પ્રકારના કાર્યક્રમો બમણા જોશથી હાથ ધરવાની અને રોપાયેલ આ તમામ છોડવાઓ વૃક્ષો બની લહેરાય ત્યાં સુધી તેમની સુરક્ષા અને માવજત કરવી તે સમયની માંગ છે. યુપીએલ દ્વારા સીએસઆર પ્રવૃતિ અંતર્ગત ફરજિયાત રીતે કરવાના થતા વૃક્ષારોપણ કરતા પણ વધુ સંખ્યામાં થયેલા વૃક્ષારોપણ અંગે આનંદ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે દરેક એકમ આ પ્રકારે પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધ થશે તો પર્યાવરણનું બગડેલ સંતુલન ફરી મેળવી શકાશે. શહેરોમાં શુદ્ધ હવા માટે જે પ્રકારે ગ્રીન સ્પેસ ડેવલપ કરવામાં આવે છે તે જ રીતે ગ્રામ્ય વિસ્તારો અને ઔદ્યોગિક એકમ ધરાવતા વિસ્તારોમાં પણ ગ્રીન સ્પેસ વિકસાવવાનું આયોજન કરાઈ રહ્યું છે. વૃક્ષારોપણ કર્યા બાદ તે છોડવામાંથી વૃક્ષો બને ત્યાં સુધી તેમની સલામતી, પાણી સહિતની બાબતોનું ધ્યાન રાખવું પણ એટલું જ આવશ્યક છે તેમ જણાવતા વૃક્ષારોપણ સફળ બને તે માટે જે-તે વિસ્તારની જમીન, હવા-પાણીની સ્થિતિ, પર્યાવરણીય સ્થિતિ, તાપમાન સહિતના પરિબળો ધ્યાનમાં રાખી છોડવાઓની પસંદગી કરવી જોઈએ તેમ કલેક્ટરએ ઉમેર્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી એ.બી. રાઠોડે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે 16 એકરથી વધુ વિસ્તારમાં 10,000 થી વધુ વૃક્ષો ઉછેરી જે વન તૈયાર થશે તેનાથી આસપાસના વિસ્તારને પર્યાવરણની રીતે ઘણો ફાયદો થશે. આ પ્રકારની પ્રવૃતિઓમાં નાગરિકોએ સક્રિય રીતે લાંબા સમય સુધી જોડાવવાની જરૂર છે. તેમણે પર્યાવરણની સુરક્ષા આપણી સહિયારી જવાબદારી છે અને દરેક નાગરિકના નાના-નાના પર્યાવરણને હિતકારક પગલાઓ લાંબે ગાળે ખૂબ મોટું પરિવર્તન લાવવા સક્ષમ છે તેમ જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ પીપળ, વડ સહિતના છોડવાઓ રોપી આ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગ૨ોળ તાલુકામાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રૂા.૫.૧૯ કરોડ વિકાસના કામોનું લોકાર્પણ/ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : કોરોનામાં સરાહનીય કામગીરી બદલ રોટરી ક્લબ ફેમિના ગ્રુપ દ્વારા કર્મચારીઓને સન્માનિત કરાયા.

ProudOfGujarat

નડિયાદ : માતરના મઘરોલથી પાલ્લા મેળામાં જતા પરિવારને અકસ્માત નડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!