Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોદી શાસનના સાત વર્ષ પુર્ણ થવા નિમીત્તે ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્તદાન શિબીરનુ આયોજન કરાયુ

Share

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 30 મે 2021ના રોજ શાસન કાળના સાત વર્ષ પૂર્ણ થયા છે. સાત વર્ષના શાસનકાળમાં સરકાર દ્વારા ખૂબ જ સેવાકીય કાર્યોની ખુશી માં આજે ગોધરા રેડક્રોસ સોસાયટી ખાતે પંચમહાલ જીલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામીનીબેન ગોપાલસિંહ સોલંકી, ગોધરા ધારાસભ્ય સી. કે. રાઉલજીની ઉપસ્થિતિમાં ગોધરા નગર અને તાલુકા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવા હી સંગઠન અંતર્ગત આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સુશાસન ને ૭ વર્ષ પૂર્ણ થવા પર ગોધરા નગર અને તાલુકા યુવા મોરચા દ્વારા ગોધરા રેડક્રોસ સોસાયટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જીલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામીનીબેન ગોપાલસિંહ સોલંકી, ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી, પંચમહાલ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ કિરણસિંહ ચૌહાણ, પૂર્વ યુવા મોરચાના પ્રમુખ દીપેશસિંહ ઠાકોર, ગોધરા શહેર ભાજપના પ્રમુખ દિલીપભાઈ દસાડીયા, ગોધરા તાલુકા યુવા મોરચા ના મહામંત્રી અને તાલુકા પંચાયત ગોધરા ના દંડક ગૌરાંગભાઈ પટેલ તેમજ ગોધરા નગર અને તાલુકા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર-લખતર વચ્ચે દેદાદરા ગામ પાસે થયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું

ProudOfGujarat

માંગરોળમાં ધોરણ.3 ની લાયકાતવાળી જી.આર.ડી ભરતીમાં શિક્ષિત ઉમેદવારો ભરતીમાં જોડાવા મજબૂર બન્યા.

ProudOfGujarat

નડિયાદ : વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી મોટરસાયકલ સવાર ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!